Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કોવીશીલ્ડ વેક્સીન લેનારા કરી શકશે ફ્રાન્સની યાત્રા : રવિવારથી લાગૂ : કોવૈક્સીન અંગે હજુ કોઈ નિર્ણય નહીં

પેરિસઃ ફ્રાન્સએ ભારતમાં બનેલી કોરોના વાયરસની વેક્સિન કોવિશીલ્ડનો ડોઝ લઈ ચુકેલા યાત્રીકોને દેશમાં આવવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય રવિવારથી લાગૂ થશે.

પ્રધાનમંત્રી દ્વારા જારી નિવેદન પ્રમાણે આ સાથે ફ્રાન્સે કોરોના વાયરસના ડેલ્ટા પ્રકારના સંક્રમણને રોકવા અને હોસ્પિટલને દબાવથી બચાવવા માટે સરહદ પર તપાસ વધુ મજબૂત કરી દીધી છે. ફ્રાન્સે ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા રસી લગાવનારને દેશમાં આવવાની મંજૂરી યુરોપીય યુનિયન દ્વારા માત્ર યૂરોપમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા રસીને માન્યતા આપવા પર થયેલી આલોચના બાદ આપી છે.

ઘણા યૂરોપના દેશો પહેલા જ ભારતમાં નિર્મિત એસ્ટ્રાઝેનેકા રસીને માન્યતા આપી ચુક્યા છે, જેનો મોટા પાયે બ્રિટન અને આફ્રિકામાં ઉપયોગ થઈ રહ્યો છે. દરેક દેશમાં અલગ-અલગ નિયમ હોવાને કારણે આ વર્ષે ગરમીની રજાઓમાં યાત્રા કરવી મુશ્કેલ થઈ ગઈ છે. ફ્રાન્સે અત્યાર સુધી ચીન કે રશિયાની રસીને માન્યતા આપી નથી. યુરોપીય યુનિયના ઔષધિ નિયામકે અત્યાર સુધી ફાઇઝર/બાયોએનટેક, મોડર્ના, જોનસન એન્ડ જોનસ અને એસ્ટ્રેઝેનેકા રસીને મંજૂર કરી છે

(12:43 am IST)