Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમેરિકામાં 44 વર્ષથી વણઉકેલાયેલા હત્યાનું રહસ્ય આખરે ઉકેલાયુ :ડીએનએ નમૂના દ્વારા પોલીસ આરોપી સુધી પહોંચી

જેનેટ સ્ટોલકઅપની હત્યા ટેરી ડીન હોકિન્સે કરી હોવાનું ખુલતા પોલીસ હવે આ મામલે કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાની તૈયારીમાં

અમેરિકામાં 44 વર્ષથી વણઉકેલાયેલા હત્યાનું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું છે. આ ગુનાના સ્થળેથી મળી આવેલા આરોપીના ડીએનએ નમૂના દ્વારા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.સીબીએસ સ્થાનિક ડોટ કોમ અનુસાર, 19 ડિસેમ્બર, 1976 ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થી જેનેટ સ્ટાલ્કઅપની હત્યા કરવામાં આવી હતી. તે દિવસે તે એક મિત્રની પાર્ટીમાં ગઈ હતી પરંતુ તે કાર સાથે ગુમ થઈ ગઈ હતી. લગભગ એક અઠવાડિયા પછી તેનો મૃતદેહ કારની આગળની સીટ પરથી મળી આવ્યો હતો. ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

પોસ્ટમોર્ટમ દ્વારા બહાર આવ્યું છે કે હત્યા પહેલા જેનેટ સ્ટાલ્કઅપ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસને કારની સીટ પરથી શંકાસ્પદ આરોપીઓના વાળ અને ત્વચાના કેટલાક ભાગ મળ્યાં હતાં.તેને ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા બાદમાં સાચવવામાં આવ્યા હતાં .

કેલિફોર્નિયા પોલીસે શંકાના આધારે ટેરી ડીન હોકિન્સ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. હોકીન્સ મિકેનિક હતાે. 1975 માં 30 વર્ષીય મહિલાની હત્યાના કેસમાં પણ તેનું નામ બહાર આવ્યું હતું આ સાથે તેમની સામે હથિયારો અને ડ્રગની દાણચોરીના આક્ષેપો પણ લાગ્યા હતા. ધરપકડના એક વર્ષ બાદ હોકિન્સ 23 વર્ષની ઉંમરે ઓરેંજ કાઉન્ટી જેલમાં મૃત્યુ પામ્યાે હતો.

ટેરી ડીન હોકિન્સના મૃત્યુ સુધી તે સુનાવણી હેઠળ હતો અને દોષી ઠેરવવામાં આવ્યો ન હતો. તેના મૃત્યુ સાથે, સુનાવણી બંધ થઈ ગઈ અને જેનેટ સ્ટાલકઅપની હત્યા કોણે કરી હતી. આ પ્રશ્ન ફાઈલોમાં દફનાઇ ગયો . આ હત્યાના રહસ્યનો પર્દાફાશ કરવા માટે તપાસ કરનારાઓએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા પરંતુ હત્યારા વિશે કંઇ મળી શક્યું નહી.

આખરે આ હત્યાના રહસ્યનો પર્દાફાશ કરવા માટે, કેલિફોર્નિયા પોલીસે ડીએનએ પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો. 2002 માં, પોલીસે ઘટના સ્થળે લેવાયેલી સ્વેબથી આનુવંશિક સામગ્રીને અલગ કરી. આ નમૂનાનો જુદા જુદા શંકાસ્પદ લોકો સાથે મેળ ખાતો હતો પરંતુ પરિણામ બહાર આવ્યું નથી. અંતે, પોલીસે ટેરી ડીન હોકિન્સના નજીકના સગાસંબંધીને તેના ડીએનએ નમૂના આપવા વિનંતી કરી.સંબંધીએ વિનંતી સ્વીકારી અને તેના ડીએનએ નમૂના પોલીસને આપ્યા. ઘટનાસ્થળેથી મળી રહેલ આનુવંશિક સામગ્રીને મેચ કરવા પોલીસે તે નમૂનાને લેબમાં મોકલ્યો હતો. જ્યારે બંને નમૂનાઓ એક બીજા સાથે મેળ ખાતા પોલીસ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આનો સરળ અર્થ એ હતો કે 44 વર્ષ પહેલા જેનેટ સ્ટોલકઅપની હત્યા ટેરી ડીન હોકિન્સે કરી હતી. પોલીસ હવે આ મામલે કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

(11:37 pm IST)