Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

શિમલામાં પર્યટકોની વધતી ભીડને લઈને તંત્ર એલર્ટ : નિયમોને ચુસ્ત કરવાનો નિર્ણય લેવાયો

વેપારી મંડળ, હોટલ એસોસિએશન, બસ અને ટેક્સી ઓપરેટર્સ એસોસિએશન અને અધિકારીઓ સાથે બેઠકો યોજાઈ

સિમલા :કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શિમલાનું જીલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. પર્યટકોની વધતી ભીડને જોઈને નિયમોને ચુસ્ત કરવાના નિર્ણય લેવામાં આવ્યા છે.

શિમલાના રિજ રોડ અને મોલ રોડ પર હવે કોઈને બેસવાની અનુમતી નહીં હોય. સાથે જ જો આ બંને રોડ પર પર્યટકોની વધુ ભીડ જોવા મળશે તો પ્રતિબંધોને વધારવા માટે પણ જીલ્લા પ્રશાસન તૈયાર છે. ડીસી શિમલા આદિત્ય નેગીએ આ નિર્ણય લીધો છે કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અને તેનાથી બચવાની તૈયારીને લઈને વેપારી મંડળ, હોટલ એસોસિએશન, બસ અને ટેક્સી ઓપરેટર્સ એસોસિએશન અને અધિકારીઓ સાથે બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યુ.

મીટિંગમાં શિમલાના રિજ અને મોલમાં ફક્ત મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓ અને લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. રિજ અને મોલના પ્રવેશદ્વાર પર પોલીસ તૈનાત કરીને પ્રવાસીઓ અને લોકોને જાગૃત કરવામાં આવશે, જેથી સામાજિક અંતર જળવાઈ રહે. રિજ અને મોલ રોડ ઉપર બેસવા માટે ગોઠવાયેલી કેટલીક બેંચો હવે હટાવવામાં આવશે. યુવાનોને તે બેંચ પર બેસવા દેવામાં આવશે નહીં. હવે ફક્ત વરિષ્ઠ નાગરિકોને જ આ બેંચ ઉપર બેસવાની મંજૂરી આપવામાં આવશે.

(10:49 pm IST)