Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કોરોનાના દર્દીની ટીબીની તપાસ તથા ટીબીના દર્દીઓની કોવિડ તપાસ કરો : સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોનાના કેટલાક સંક્રમિતોમાં ટીબીના કેસોમાં અચાનક વધારો થતા ડોકટરો ચિંતિત

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીઓનો ટીબીની તપાસની ભલામણ કરીછે  મીડિયા રિપોર્ટ અનુસાર કોરોનાના કેટલાક સંક્રમિતોમાં ટીબીના કેસોમાં અચાનક વધારો થયો છે. દરરોજના લગભગ ડઝન જેટલા આવા કેસો નોંધાતા ડોક્ટરો ચિંતિત થયા છે

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સંક્રમિત દર્દીઓની ટીબીની તપાસ તથા ટીબીના દર્દીઓ માટે કોવિડ તપાસની ભલામણ કરાઈ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છે તેઓ ઓગસ્ટ 2020 સુધી બેહતર દેખરેખ અને ટીબી તથા કોવિડ-19 ના કેસોની જાણકારી મેળવવામાં પ્રયાસોમાં એકરુપતા લાવવામાં આવે.

તે ઉપરાંત ટીબી-કોવિડ અને ટીબી ની દિશાત્મક તપાસની જરુરીયાત પર ભાર મૂકતા આરોગ્ય મંત્રાલય દ્વારા ઘણી સલાહ અને માર્ગદર્શન પણ જારી કરાયા છે. ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો લાગુ પણ કરી રહ્યાં છે.

(8:57 pm IST)