Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જામનગરમાં ૫૦ થી ૬૦ કી.મી ઝડપે તોફાની પવન ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો અને થાંભલા પડી ગયા : 52 વીજ ફીડરો બંધ : લાખો નું નુકશાન : શહેરમાં અંધારાપટ

રાજકોટથી ૬ વીજ ટુકડી તથા અન્ય જિલ્લામાંથી વીજ ટુકડી જામનગર દોડી ગઈ રાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેવું વીજ અધિકારીઓ જણાવી રહ્યા છે

રાજકોટ : જામનગરમાં સાંજે ૫૦ થી ૬૦ કી. મી ઝડપે તોફાની પવન ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો અને વીજ થાંભલાઓ પડી ગયેલા છે શહેરમાં ૫૨ વીજ ફીડરો ને નુકશાન થતા બંધ થઇ ગયેલ છે.

શહેરમાં ૬૦ વીજ ફીડરોમાંથી હાલ માત્ર ૮ ફીડરો ચાલુ છે

તોફાની પવનથી વીજ વાયરો તૂટી પડ્યા છે. રાજકોટમાંથી ૬ વીજ ટુકડી તથા અન્ય જિલ્લામાંથી વીજ ટુકડી જામનગર દોડી જઈને વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે કામે લાગી ગઈ છે. જામનગરમાં અંધારાપટ છવાઈ ગયેલ છે.તોફાની પવનથી વીજ થાંભલા અને વાયરો તૂટી પડતા અંદાજે લાખો નું નુકશાન થયું છે.

આજે રાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેવું વીજ અધિકારીઓ જણાવી રહ્યા છે

(8:33 pm IST)