Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

મેદાંતા હોસ્પિટલ લાવશે આઇપીઓ: 5 ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વાતચીત

વર્ષ 2020માં હોસ્પિટલ ચેનની કુલ આવક રૂ. 1478 કરોડ રહી છે

નવી દિલ્હી : મેદાંતા બ્રાન્ડ હેઠળ હોસ્પિટલ ચલાવનાર કંપની ગ્લોબલ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ પોતાની ઝોલી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) થી ભરવાની યોજના બનાવી રહી છે. કંપની રોકાણકારોને પણ આઈપીઓ દ્વારા કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની હાલમાં લો ફર્મ્સ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ સાથે વાતચીત કરી રહી છે

 

આઇપીઓ (IPO)ને લાવવા કંપની ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે ચર્ચા કરી રહી છે, જેમાં ફાઇનાન્સિયલ અને કોટક સિક્યોરિટીઝનો પણ સમાવેશ થાય છે. આ મામલે ગ્લોબલ હેલ્થ પ્રા.લિ.ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. નરેશ ત્રેહાનને મોકલેલા ઇમેઇલનો હજુ કોઈ જવાબ મળ્યો નથી. ડો. ત્રેહાન દેશના જાણીતા કાર્ડિયાક સર્જન છે

નાણાકીય વર્ષ 2020માં હોસ્પિટલ ચેનની કુલ આવક રૂ. 1478 કરોડ રહી છે, જ્યારે ટેક્સ ચુકવ્યા બાદ ચોખ્ખો નફો 61 કરોડ રૂપિયા રહ્યો હતો

(12:46 am IST)