Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

એચડીએફસી અર્ગોએ ગુજરાતમાં ચાર નવ બ્રાન્ચનો પ્રારંભ કર્યો

મુંબઇ તા.૧૭ : ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજા ક્રમની સૌથી મોટી નોન-લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ ગુજરાતમાં આણંદ, જામનગર, જુનાગઢ અને પાલનપુરમાં ચાર નવી બ્રાન્ચ શરૂ કરી છે. કંપની નેટવર્ક  બ્રાન્ચ દ્વારા ટીયર ર અને ટીયર ૩ શહેરોમાં પોતાની ઉપસ્થિતી વિસ્તારી રહી છે અને તે પ્રમાણે દેશભરમાં વધુ મજુબત ઉપસ્થિતિ સ્થાપી રહી છ.ે આ વિસ્તાર સાથે હવે કંપનીની ૧૦૬ શહેરોમાં ૧રર બ્રાન્ચ થઇ છે. ગુજરાતમાં ચાર નવી બ્રાન્ચ સાથે એચડીએફસી અર્ગોની રાજયમાં કુલ બ્રાન્ચની સંખ્યા ૧૭ને સ્પર્શી છ.ે

બ્રાન્ચના ઉદ્દઘાટન પ્રસંગે એચડીએફસી અર્ગો જનરલ ઇસ્ન્યોરન્સ કંપનીના એમડી અને સીઇઓ રિતેષ કુમારે જણાવયું હતું કે, ''અમે આણંદ, જામનગર, જુનાગઢ અને પાલનપુરમાં નવી બ્રાન્ચનો પ્રાંરભ  કરવાની જાહેરાત કરતા ખુશી અનુભવીએ છીએ અને તેનાથી કંપનીને બજારની સતત વધતી માગને પહોંચી વળવામાં મદદ મળશે. આ આપણા દેશમાં ટીયર ર અને ટીયર ૩ માર્કેટસ સુધી વિસ્તરણ કરીને ગ્રાહકો સધુી પહોંચવાની અને અમારી પ્રોડકટ્સ દ્વારા નાણાકીય સુરક્ષા પુરી પાડવાની અમારી પ્રતિબધ્ધતાનો પુરાવો છે.''(૬.૨૭)

(4:04 pm IST)