Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મેનકા ગાંધીએ મિશનરિઝના દરેક ચાઇલ્ડ કેર હોમ્સના તપાસના આદેશ આપ્યા

આ સંસ્થા હેઠળ બાળકોને વેચવાના મામલાએ જોર પકડયું છે, તેના હેઠળ રાજ્ય સરકારોને આપ્યા આદેશ : દેશભરના બાળગૃહોના આપ્યા તપાસના આદેશો

નવી દિલ્હી તા. ૧૭ : મધર ટેરેસાની સંસ્થા 'મિશનરીઝ ઓફ ટેરિટી'માંથી બાળકોને વેચવાનો મામલોએ ભારે જોર પકડ્યું છે. આ સમાચારો વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં મિશનીરઝ ઓફ ચેરિટીના બાળગૃહની તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ મામલાને ધ્યાનમાં લઇને રાજય સરકારોને આદેશ કર્યો છે. મેનકા ગાંધીએ કહ્યું કે, દરેક રાજયો મહિનાની અંદર બાળગૃહ કેન્દ્રોનું રજિસ્ટ્રેશન કરાવે અને તેને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોડવાની પ્રક્રિયા પુરી કરે. ઝારખંડની રાજધાની રાંચીમાં મિશનરિઝ ઓફ ચેરિટીમાંથી બાળકો વેચવાનો મામલો બહાર આવ્યા પછી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફેરફાર થયેલા જુવેનાઇલ જસ્ટિસ એકટ અંતર્ગત દરેક બાળગૃહ કેન્દ્રોને સેન્ટ્ર એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોવું અનિવાર્ય છે. અત્યારના સમયમાં આશરે ૪૦૦૦ કેન્દ્ર કારા સાથે જોડાવાના બાકી છે. બીજી તરફ રાંચીમાં મિશનરિઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત નિર્મલ હૃદય સંસ્થાની સિસ્ટર કોસીલિયા અને કર્મચારી અનિમા ઇંદરવાર સાથે બાળક ચોરી મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓએ બાળકોને ગેરકાયદે રીતે વેચવામાં પોતાની સંડોવણી હોવાનું સ્વીકારી લીધું છે.

મિશનરિઝ ઓફ ચેરિટીના કર્મચારી અનિમા ઇંદવારે પોલીને જમાવ્યું કે, આ પહેલા એ નક્કી થતું હતું કે, કયા દંપત્તીને બાળક વેચવાનું છે. જયારે બાળક જન્મ લે અને હોસ્પિટલમાંતી રિલિઝ થયા બાદ એક બે સપ્તાહ અંદર બાળકને વેચી દેતા હતા. જેમાં સિસ્ટર કોનસિલિયાની મંજૂરી રહેતી હતી.

અનિમાએ બતાવ્યું કે, યુપીના સૌરભ અગ્રવાલના સંબંધીના ઘરે કાર કરનાર મેડ મધુથી સંપર્ક થયો હતો. મધુ પાર્ટ ટાઇમ સદર હોસ્પિટલમાં ગાર્ડ તરીકે કામ કરતી હતી. તેણે જ સૌરભના સંબંધીઓને જણાવ્યું હતું કે, એક અપરીણિત યુવતી માતા બનવાની છે. એક ૨૦૧૮ બાળકે જન્મ આપ્યો હતો. ત્રણ મેના દિવસે તેને રજા આપવામાં આવી હતી.

સૌરભ ૧૫ મેના દિવસે રાંચી આવ્યો અને અનિમાને ૧.૨૦ લાખ રૂપિયા આપીને બાળક લઇ ગયો હતો અનિમા જયાર ફસાવવા લાગી ત્યારે સૌરભને એવું કહીને યુપીથી બોલાવ્યો કે ફેમિલી કોર્ટમાં બાળકને રજૂ કરવાનું છે. જોકે, અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.

બોલીવુડના પ્રોડકશન હાઉસને યૌન ઉત્પીડન પર રીપોર્ટ સોંપવાનો મેનકા ગાંધીનો આદેશ

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ બોલીવુડના પ્રોડકશન હાઉસને તેના દ્વારા નિર્માણ કરેલી આંતરિક શિકાયત સમિતિ (ICC)ને મળતી યૌન શોષણની ફરિયાદોની રીપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે

(3:56 pm IST)