Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નાસિક-પૂણે-સતારા-રત્નાગીરી-સિંધુ દુર્ગ જિલ્લામાં આજે ધોધમાર પડશે

મુંબઇમાં તીવ્રતા ઘટશેઃ પણ બપોર બાદ કેટલાંક સ્થળે ભારે ઝાપટા ચાલુ રહેશે થાણે-પાલઘર જિલ્લામાં અતિ ભારે વર્ષાની ચેતવણી

મુંબઇમાં વરસાદની તીવ્રતા આજે ઘટી જશેઃ બપોર પછી કેટલેક સ્થળે ભારે ઝાપટા પડશેઃ બુધવારથી હળવો-મધ્યમ વરસાદ પડશેઃ નાશીક-જલગાંવ, પૂણે, સતારા, રત્નાગીરી-સીંધુદૂર્ગ જિલ્લાઓ માટે હવામાન ખાતાએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

સોમવારથી મુંબઇમાં ઝાપટાઓ પડી રહ્યા છેઃ ગઇ સાંજ સુધીમાં સાંતાક્રુઝ ખાતે ૧ાા ઇંચ અને કોલાબા ખાતે ૧ા ઇંચ નોંધાયેલ.

ચેમ્બુર-વિદ્યા વિહાર ખાતે ૧ાા અને પનવેલ ખાતે ૧ ઇંચ નોંધાયેલ.

પાલઘર અને થાણે જિલ્લામાં આજે અતિશય ભારે વરસાદની ચેતવણી હવામાન તંત્રે આપી છે.

(11:28 am IST)