Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મુકેશ અંબાણી અને રતન તાતા વચ્‍ચે માર્કેટના બાદશાહ બનવાની લડાઇઃ છેલ્લા પાંચ વર્ષમાં બંનેની કંપનીઓ એકબીજાની આગળ-પાછળ આવી ગઇઃ હાલમાં તાતા કંપની નંબર વન ઉપર છેઃ જો કે રિલાયન્સ પણ રેસમાં ઝપાટાભેર દોડી રહી છે

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને તાતા કંપની વચ્ચે માર્કેટના બાદશાહ બનવાની લડાઇ ચાલી રહી છે. હાલમાં તાતા કંપની રિલાયન્સ કરતા આગળ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશની સૌથી ધનવાન વ્યક્તિ બની ગઈ છે. તેમની કંપની પણ સતત સારો દેખાવ કરી રહી છે. જિયોના દમ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 7 લાખ કરોડની માર્કેટ કેપને પાર કરી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ મુકેસ અંબાણીની વરણી આગામી ચાર વર્ષ માટે ચેરમેન તરીકે કરી છે અને નવો પડકાર આપ્યો છે નંબર વન બનવાનો. આ પડકારમાંથી પાર ઉતરવા સામનો કરવો પડશે તાતાનો. તેમની વચ્ચે પાંચ વર્ષથી અનોખી જંગ ચાલી રહી છે. 

શેરબજારમાં મુકેશ અંબાણી અને રતન તાતા વચ્ચે અનોખી લડાઈ ચાલી રહી છે. આ જંગ છે માર્કેટના બાદશાહ બનવાની. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ વચ્ચે નંબર વન બનવા માટે લડાઈ ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં બે વાર આ કંપનીઓ એકબીજાની આગળપાછળ આવી ગઈ છે. હાલમાં તાતાની ટીસીએસ એક નંબર પર છે અને મુકેશ અંબાણીની આરઆઇએલ બીજા નંબર પર છે. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ રેસમાં ઝપાટાભેર આગળ વધી રહી છે. 

બાદશાહ બનવાની આ જંગમાં મુકેશ અંબાણી અને રતન તાતા જેવા બે દિગ્ગજ શામેલ છે.  હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝની માર્કેટ કેપ 7 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે. આ બંને કંપનીઓ વચ્ચે માત્ર 60 હજાર કરોડ રૂ.નું અંતર છે. આ સંજોગોમાં શેરબજારનો બાદશાહ કોણ છે એ નજીકના ભવિષ્યમાં ખબર પડી જશે. 

(5:31 pm IST)