Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દિલ્હીમાં કોરોનાએ સ્પીડ પકડી :છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1797 કેસ નોંધાયા:એક દર્દીનું મોત

સંક્રમણ દર પણ આઠ ટકાને વટાવી ગયો: સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 4843 થઈ :કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો પણ 190 પર પહોંચ્યો

નવી દિલ્હી :રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ પૂર ઝડપે વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1797 કેસ નોંધાયા છે, એક દર્દીનું મોત પણ થયું છે. સંક્રમણ દર પણ આઠ ટકાને વટાવી ગયો છે. હાલમાં દિલ્હીમાં પોઝિટિવિટી દર 8.18 ટકા  છે.

ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 1323 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં એક દિવસમાં કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. આંકડા દર્શાવે છે કે રાજધાનીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 4843 થઈ ગઈ છે. જયારે કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો પણ 190 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ એક હજારને વટાવી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી, પરંતુ વધતા જતા કેસોએ ફરી એકવાર સરકારની ચિંતા વધારી છે.

(11:56 pm IST)