Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પોલીસ વેબ પોર્ટલ પર ઈ-શ્રદ્ધાંજલિ સુવિધા લોન્ચ થઈ

પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ માટે અનોખી પહેલ : ડ્યૂટી સમયે પોતાના પ્રાણોની આહુતિ આપનારા જવાનોને અધિકારી-સામાન્ય નાગરિકો શ્રદ્ધાંજલિ આપી શકે છે

ચંદીગઢ, તા.૧૭ : હરિયાણાના ડીજીપી પીકે અગ્રવાલે શુક્રવારે હરિયાણા પોલીસ વેબ પોર્ટલ પર ઈ-શ્રદ્ધાંજલિ સુવિધા લોન્ચ કરી છે. તેમણે જણાવ્યુ કે આના દ્વારા અધિકારી અને સામાન્ય નાગરિકો હરિયાણા પોલીસના તે જવાનોને શ્રદ્ધાંજલિ આપી શકે છે, જેમણે ૧ નવેમ્બર ૧૯૬૬થી પોલીસદળના અસ્તિત્વમાં આવ્યા બાદથી ડ્યૂટી સમયે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે.

આ દરમિયાન એડીજીપી એએસ ચાવલા હાજર રહ્યા, જેમણે આ સુવિધાના શુભારંભનુ ધ્યાન રાખ્યુ. આ સાથે જ એડીજીપી એએસ ચાવલાએ કહ્યુ કે હવે નાગરિક બહાદુર જવાનોને મોબાઈલ, કમ્પ્યુટર જેવા સ્માર્ટ ડિવાઈસનો ઉપયોગ કરીને એક ક્લિક સાથે શ્રદ્ધાંજલિ આપી શકે છે. હરિયાણા પોલીસના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમારે હરિયાણા પોલીસની વેબસાઈટ http://www.haryanapolice.gov.in પર જવાનુ છે. જે બાદ હોમ પેજ પર જોવા મળી રહેલા ઈ-શ્રદ્ધાંજલિ ઓપ્શનને પસંદ કરવાનુ છે. જે બાદ તમે જવાનોને ઈ-શ્રદ્ધાંજલિ આપનારી વેબ પોર્ટલ https://haryanapolice.gov.in/Eshradhanjali/esharda પહોંચી જશો. જ્યાં તમે તેમને શ્રદ્ધાંજલિ આપી શકો છો.

હરિયાણા પોલીસના ઈ-શ્રદ્ધાંજલિ વેબ પોર્ટલ પર ડ્યુટી દરમિયાન પોતાના જીવનનુ બલિદાન આપનારા જવાનો વિશે જાણકારી મેળવવાનુ ઓપ્શન છે. આ માટે તમારે ભારત કે વીર ઓપ્શન પર જવાનુ છે. આ સાથે જ તમે ઈ-શ્રદ્ધાંજલિ ઓપ્શનમાં જઈને ટ્રિબ્યુટ પે કરી શકો છો. ત્યાં એક ઓપ્શન મેસેજિસ ફ્રોમ યુઝર્સ આપવામાં આવે છે, જેમાં તમે શ્રદ્ધાંજલિ આપતા મેસેજ લખી શકો છો.

 

(8:13 pm IST)