Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

નૂપુર શર્માની ટિપ્પણીને લઈને કુવૈતે ભારત પર નિશાન સાધ્યું

પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણીનો ભારે વિરોધ : કુવૈતના ૩૦ સાસંદોએ સરકારને અપીલ કરી છે કે, ભારત ઉપર દરેક પ્રકારનું દબાણ કરવામાં આવે

નવી દિલ્હી, તા.૧૭ : ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માએ મહોમંદ પયગંબર માટે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને કુવૈતે ફરી ભારત પર નિશાન સાધ્યુ છે.

કુવૈતના ૩૦ સાસંદોએ ભારત સામે એક્શન લેવાની માંગ કરીને સરકારને અપીલ કરી છે કે, ભારત પર દરેક પ્રકારનુ દબાણ કરવામાં આવે.

૫૦ સભ્યોની સંસદમાં ૩૦ સાંસદોએ ભારતના મુસ્લિમોને પોતાના ભાઈ ગણાવીને તેમની સામે થયેલી પોલીસ કાર્યવાહીની પણ ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સક્રિય ભારત વિરોધી લોકોએ ખાડી દેશોમાં હેતા ૮૦ લાખ ભારતીયોમાંથી જે હિન્દુઓના સમર્થક છે તેમને ભારત પાછા મોકલવાની માંગ કરી છે.

કુવૈતના અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે કુવૈતી સાંસદોએ સરકારને અપીલ કરી છે કે, ભારત પર રાજકી, આર્થિક અને મીડિયાનુ દબાણ જાળવી રાખવામાં આવે જેથી ભારતીય મુસ્લિમો પરના હુમલા બંધ થાય.

 

(8:12 pm IST)