Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રાજસ્થાનના એક જ કુટુંબમાંથી ૧૪ સભ્યો સરકારી અધિકારી

રાજસ્થાનના એક પરિવારની વિશેષ ખાસિયત : નુઆ ગામના એક સૈનિકના પરિવારમાં ત્રણ ત્રણ આઈએએસ, ૧ આઈપીએસઅને ૫ આઈઆરએસ છે

જયપુર, તા.૧૭  :  રાજસાથાનના ઝુંઝુનુ જિલ્લાની ઓળખ લશ્કરી પ્રભુત્વ ધરવાતા જિલ્લા તરીકે થાય છે. અહિંયાના ધનુરી અને નુઆ ગામોને સૈનિકોની ખાણ કહેવામાં આવે છે. હવે આ નુઆ ગામના એક સૈનિકનું ઘર અધિકારીઓની ખાણ બની ગયું છે. આ પરિવારમાં આઈએએસ, આઈપીએસઅને આરએએસઅધિકારીઓની આખી ફોજ છે. આ ગામના એક જ પરિવારમાં ૩-૩ આઈએએસ, ૧ આઈપીએસઅને ૫ આઈઆરએસઅધિકારીઓ છે. તેમજ એક આરએસપી સમાન સેવામાં પણ ફરજ બજાવી રહ્યાં છે. આ સાથે જ નુઆ ગામે દેશને કેપ્ટન અયૂબ ખાન જેવા દેશભક્તોને પણ સમર્પિત કર્યા છે, જેમણે દુશ્મન દેશની ટેક્ન પણ છીનવી લીધી હતી.

નુઆ ગામના હયાત મોહમ્મદ ખાન પોતે લશ્કરમાં હતા. તેમણે પોતાના બાળકોને એટલા સક્ષમ બનાવ્યા છે કે આજે પુત્ર અને પૌત્રો, પૌત્રીઓ તેમનું નામ ઉજ્જવળ કરી રહ્યાં છે. હયાત ખાનના ૫ પુત્રોમાંથી ૩ આઈએએસઅને ૧ આઈપીએસબન્યા છે. હયાત ખાનની પૌત્રી અને આઈએએસઅશફાક હુસૈનની પુત્રી ફરાહ ખાન પણ આઈઆરએસછે. એક પ્રપોત્ર નિવૃત આઈજીલિયાકત અલી ખાનનો પુત્ર શાહિન ખાન પણ આરએએસછે. હયાત ખાનનો એક ભાણિયો સલીમ ખાન પણ આરએએસછે. શાહિનની પત્ની મોનિકા જેલ વિભાગમાં ડીઆઈજીછે. સલીમ ખાનની પત્ની સના પણ આરએએસછે. લિયાકતની ભાણીના લગ્ન પણ આરએએસજાવેદ સાથે થયા છે.

પરિવારના ઓફિસર સભ્યો આ મુજબ છે –

૧.લિયાકત અલીઃ આઈપીએસ, નિવૃત- તેઓ આઈપીએસબન્યા હતા. વર્ષ ૨૦૦૬માં ૈંય્ પદથી નિવૃત થયા બાદ ગેહલોત સરકારમાં વક્ફ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી.

૨૦૨૦માં તેમનું અવસાન થયું હતું.

૨.અશફાક હુસૈન, આઈએએસ- તેઓ ૧૯૮૩માં આરએએસબન્યા હતા. ત્યારબાદ ૨૦૧૫ પ્રમોશન મળતા આઈએએસબન્યા હતા. તેઓ દૌસાના ક્લેક્ટર હતા અને શિક્ષણ વિભાગના સેક્રેટરી પદથી ૨૦૧૮માં નિવૃત થયા હતા.

૩.ઝાકિર હુસૈન, આઈએએસ- તેઓ એકાઉન્ટ સર્વિસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. અન્ય સેવાઓના સિલેક્ટેડ અધિકારીઓ તરીકે આઈએએસમાં પ્રમોશનનો લાભ મળ્યો હતો. તેમણે શ્રી ગંગાનગર અને હનુમાનગઢના ક્લેક્ટરનું પદ સંભાળ્યું હતું. વર્ષ ૨૦૨૨માં તેઓ નિવૃત થયા છે.

૪.ફરાહ ખાન, આઈઆરએસ- તેઓ આઈએએસઅશફાક ખાનના પુત્રી છે. તેમણે ૨૦૧૫માં આઈઆરએસની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં કાર્યરત છે. હાલમાં તેઓ જયપુરમાં કામ કરે છે. તેઓ આવકવેરા વિભાગમાં ડેપ્યુટી કમિશનર છે.

૫.શાહિન ખાન, આરએએસ તેઓ નિવૃત આઈપીએસલિયાકત અલીના પુત્ર છે. તેઓ ૧૯૯૭માં આરએએસબન્યા હતા. હાલમાં સરકારી સચિવાલયમાં કાર્યરત છે.

૬.સલીમ ખાન, આરએએસ- તેઓ લિયાકત અલી ખાનની બહેન અખ્તર બાનોના પુત્ર છે. તેઓ ૨૦૧૧માં આરએએસબન્યા હતા. શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી છે.

૭.કમરુલ જમાલા ખાન, આઈએએસ (જમાઈ)તેઓ જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. આઈએએસઅશફાક હુસૈનની આઈઆરએસપુત્રી ફરાહ ખાનના પતિ છે. કમરુલને રાજસ્થાનની કેડર મળી છે. તેઓ દૌસાના જિલ્લા ક્લેક્ટર છે.

૮.સના સદ્દીકી (આરએએસસલીમની પત્ની)-તેઓ ૨૦૧૧માં આરએએસબન્યા હતા. પરિવારમાં ભાણિયા સલીમની પત્ની સના સિદ્દીકી હાલમાં જયપુર ખાતે કાર્યરત છે. તે રાજસ્થાન વક્ફ બોર્ડમાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરે છે.

૯.મોનિકા- મોનિકા જેલ સેવાઓમાં ડીઆઈજીતરીકે કામ કરે છે અને જયપુરમાં પોસ્ટેડ છે. તે શાહિન ખાનના પત્ની છે.

૧૦.જાવેદ,આરએએસ-લિયાકત અલીની બહેનની પુત્રીના લગ્ન જાવેદ સાથે થયા છે. જાવેદ પણ આરએએસછે અને હાલમાં સચિવાલયમાં છે અને મંત્રી સાલેહ મોહમ્મદના અંગત સચિવ છે.

(8:12 pm IST)