Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

વિકિલિક્સના સ્થાપક અસાંજેના પ્રત્યાર્પણની બ્રિટનની મંજૂરી

અસાંજે પર જાસૂસી કાયદાના ભંગ સહિતના આરોપો છે : જુલિયન અસાંજે મૂળ રીતે ઓસ્ટ્રેલિયન નાગરિક છે, તે યુએસ સત્તાધીશો દ્વારા ૧૮ ગુનામાં વોન્ટેડ આરોપી છે

લંડન, તા.૧૭ : બ્રિટિશ ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે શુક્રવારે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેના યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

જુલિયન અસાંજે પર જાસૂસી કાયદાના ભંગ સહિતના અનેક મોટા આરોપો છે.  જુલિયન અસાંજે મૂળ રીતે ઓસ્ટ્રેલિયન નાગરિક છે.

અસાંજે યુએસ સત્તાધીશો દ્વારા ૧૮ ગુનાઓમાં વોન્ટેડ આરોપી છે, જેમાં જાસૂસીના આરોપનો સમાવેશ થાય છે.

તેમના સમર્થકો કહે છે કે તેઓ એસ્ટાબ્લિશમેન્ટ વિરોધી હીરો છે, જેનો ભોગ લેવાયો છે કારણ કે તેમણે અફઘાનિસ્તાન અને ઇરાકના સંઘર્ષોમાં યુએસના ખોટા કામોને ખુલ્લા પાડ્યા હતા અને તેમની કાર્યવાહી એ પત્રકારત્વ અને વાણીની સ્વતંત્રતા પર રાજકીય રીતે પ્રેરિત હુમલો છે.

અસાંજે પર યુએસમાં ગુપ્ત સરકારી દસ્તાવેજ સાર્વજનિક કરવાનો આરોપ છે. આ દસ્તાવેજોને તેમણે પોર્ટલ વિકિલીક્સ પર સાર્વજનિક કર્યા હતા. આ પછી માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો થયો હતો. જો તેમના પર અમેરિકામાં આ આરોપો પર કેસ ચલાવવામાં આવે તો તેને ૧૭૫ વર્ષની સજા થઈ શકે છે.

 

 

(8:08 pm IST)