Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

અગ્નિપથ યોજના સામે સતત ભારે હંગામો: હૈદરાબાદમાં એકનું મોત, ૨૦૦થી વધુ ટ્રેનો પ્રભાવિત: હરિયાણામાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત

ભારતીય સેનાની અગ્નિપથ ભરતી યોજના યોજનાને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે.  બિહારથી બંગાળ સુધી હંગામો મચી ગયો છે.

બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં હિંસક દેખાવો ચાલી રહ્યા છે.  કેટલાક રાજ્યોમાં વિરોધીઓએ ટ્રેનના પાટા બ્લોક કરી દીધા અને ટ્રેનના કોચને આગ ચાંપી દીધી, જેનાથી દેશભરમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે .ભારતીય સેનામાં યુવાનોની ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા ચાર વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલી 'અગ્નિપથ' યોજના સામે દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. 
તેલંગાણાના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર દેખાવકારોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી.  બીજી તરફ આજે સવારે વિદ્યાર્થીઓએ યુપીના બલિયા રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી.  પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.  બિહારના બક્સરમાં પણ વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો.  દાનાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી

(7:45 pm IST)