Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દિલ્હીના નિર્માણ વિહારમાં ઘરની અંદરથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા : છેલ્લા 14 વર્ષથી એકલા રહેતા દંપત્તિના સંતાનો અમેરિકામાં સ્થાયી થયા છે : ઘરનો દરવાજો અંદરથી બંધ હતો : ફાયર બ્રિગેડની મદદથી દરવાજો તોડવામાં આવ્યો : પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ઘટનાની તપાસ શરૂ કરી

ન્યુદિલ્હી : પૂર્વ દિલ્હીના નિર્માણ વિહારમાં ઘરની અંદરથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોના બાળકો ઘણા વર્ષોથી અમેરિકામાં રહે છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, જ્યારે દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. ઘરની અંદરથી બે મૃતદેહ મળી આવ્યા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રીત વિહાર પોલીસ સ્ટેશનમાં સવારે પોલીસને પીસીઆર કોલ આવ્યો હતો જેમાં ફોન કરનાર પ્રમોદ કુમાર તલવારે જણાવ્યું હતું કે તેનો ભાઈ અને તેની પત્ની પહેલા માળે નિર્માણ વિહારમાં રહે છે અને વારંવાર ખટખટાવ્યા છતાં દરવાજો ખોલતા નથી .

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. ઘરની અંદરથી બે મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતકોની ઓળખ ઈન્દ્રજીત સિંહા તલવાર (80 વર્ષ) અને સવિતા તલવાર (75 વર્ષ) તરીકે થઈ છે. બંનેના મૃતદેહ ઘરની અંદર પહેલા માળે પડેલા મળી આવ્યા હતા.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ શરૂ કરી છે અને જાણવા મળ્યું છે કે બંને મૃતક છેલ્લા 14 વર્ષથી તેમના ઘરે એકલા રહેતા હતા અને તેમના સંતાનો યુએસમાં રહે છે.

ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. પાડોશીઓ અને સંબંધીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ ગેરરીતિની આશંકા નથી. જો કે વધુ તપાસ હાથ ધરી છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:57 pm IST)