Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ગુરમીત રામ રહીમને એક મહિનાની પેરોલ

જેલમાં બંધ ડેરા સચ્‍ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને હરિયાણામાં ભાજપ શાસિત સરકારે એક મહિનાની પેરોલ આપી છે

ચંડીગઢ, તા.૧૭: જેલમાં બંધ ડેરા સચ્‍ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને હરિયાણામાં ભાજપ શાસિત સરકારે એક મહિનાની પેરોલ આપી છે. ગુરમીત રામ રહીમ સિંહ હાલમાં ૨૦૧૭ના દુષ્‍કર્મના  કેસમાં દોષિત જાહેર થયા બાદ હરિયાણાની રોહતક જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તેને ૨૦૦૨માં તેના મેનેજરની હત્‍યાનો પણ દોષી ઠેરવવામાં આવ્‍યો છે.

જોકે, ગુરમીત રામ રહીમ સિંહને દોષિત ઠેરવ્‍યા બાદ પહેલીવાર પેરોલ આપવામાં આવ્‍યો છે. આ પહેલા પણ ડેરા ચીફ ચાર વખત જેલમાંથી ફર્લો પર બહાર આવી ચૂકયો છે. ફેબ્રુઆરીમાં જ્‍યારે તેમને ત્રણ સપ્તાહની રજા આપવામાં આવી હતી.

ડેરાના વડા સિરસાના આશ્રમમાં બે શિષ્‍યો પર દુષ્‍કર્મ કરવા બદલ ૨૦ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ઓગસ્‍ટ ૨૦૧૭માં પંચકુલાની વિશેષ CBI કોર્ટે તેને દોષિત ઠેરવ્‍યો હતો. તે રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. સૂત્રોનું કહેવું છે કે ડેરા ચીફ ઉત્તર પ્રદેશના ભાગપતમાં ડેરા સચ્‍ચા સૌદા આશ્રમ બરનાવાની મુલાકાત લેશે.

ગુરમીત રામ રહીમ હાલમાં ૨૦૧૭ના દુષ્‍કર્મના કેસમાં દોષિત જાહેર થયા બાદ હરિયાણાની રોહતક જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.

(4:20 pm IST)