Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ક્રિકેટ જગતની સર્વોચ્ચ લીગ આઇપીએલ એકેએક ભારતીય સુધી પહોંચાડીશું: નીતા અંબાણી

નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીના પાંચ વર્ષ માટેના આઇપીએલના જીવંત પ્રસારણના મીડિયા રાઇટ્સ હેઠળ ભારતીય ઉપખંડમાંના  ડિજિટલ રાઇટ્સ તેમ જ વિદેશોમાં ટીવી અને ડિજિટલ રાઇટ્સ કુલ ૨૩,૭૫૮ કરોડ રૂપિયા(અંદાજે ૩ અબજ ડોલર)માં રિલાયન્સ ગ્રુપની વાયાકોમ૧૮ કંપનીએ ખરીદ્યા અને પગલે   રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ડિરેકટર નીતા અંબાણીએ અને ખાસ કરીને વાયાકોમ ૧૮ કંપનીએ કહ્યું  છે કે ક્રિકેટજગતની સર્વોચ્ચ લીગ ટુર્નામેન્ટ આઇપીએલને દેશના ખૂણેખૂણા સુધી અને દેશની એકેએક વ્યકિત સુધી લઇ જવાનો અમારો લક્ષ્યાંક છે.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ આપણને સૌ ને મનોરંજન આપે છે. પ્રેરણા આપે છે. અને આપણને  બધાને એકત્રિત પણ કરે છે. ક્રિકેટ અને આઇપીએલ દેશમાં રહેલી બેસ્ટ ટેલન્ટને બહાર લાવવાનું કામ કરે છે અને એટલે જ આ ટુર્નામેન્ટ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં  અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. ટૂંકમાં અમે આ વન્ડરફુલ લીગથી મળતા આનંીદત અનુભવને દેશના તેમ જ વિશ્વના દરેક ખુણામૉ વસતા પ્રત્યેક ક્રિકેટપ્રેમી સુધી લઇ જવા મકકમ છીએ.

(4:12 pm IST)