Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ એક મહિનાની પેરોલ પર : કડક સુરક્ષા વચ્ચે બાગપતના બરનાવા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમમાં મુકામ : 2017 માં બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયા બાદ હરિયાણામાં જેલવાસ ભોગવી રહેલ ગુરમીત પેરોલના એક મહિના દરમિયાન આશ્રમમાં રહેશે

હરિયાણા : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ એક મહિના માટે પેરોલ મળ્યા બાદ શુક્રવારે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે બાગપતના બરનાવા સ્થિત ડેરા સચ્ચા સૌદા આશ્રમ પહોંચ્યા હતા. તે એક મહિના માટે અહીં રહેશે.

જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને એક મહિના માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રામ રહીમ સિંહ 2017માં બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયા બાદથી હરિયાણાના રોહતકની જેલમાં બંધ હતો. માહિતી આપતા રોહતક જેલના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેને એક મહિના માટે પેરોલ આપવામાં આવેલ છે . રામ રહીમ સિંહને આ આશ્રમમાં એક મહિનાની પેરોલની મુદત પૂરી કરવાની છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ડેરા પ્રમુખને ત્રણ સપ્તાહની રજા આપવામાં આવી હતી.

ડેરાના વડા હરિયાણાના સિરસામાં તેના આશ્રમ અને ડેરાના હેડક્વાર્ટરમાં બે મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ઓગસ્ટ 2017માં સીબીઆઈની વિશેષ અદાલતે તેને દોષિત ઠેરવ્યો હતો. 2002માં ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાનું કાવતરું ઘડવા બદલ ડેરાના વડાને ચાર અન્ય લોકો સાથે ગયા વર્ષે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2019 માં, તેને અને અન્ય ત્રણને એક પત્રકારની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેને હત્યા માટે તેના સહ-આરોપીઓ સાથે કાવતરું ઘડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)