Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ઈન્દોરમાં 14 વર્ષની કિશોરીના 19 વર્ષના યુવક સાથે જબરદસ્તી લગ્ન : મૌલવી સહિત છ વિરુદ્ધ કેસ નોંધાયો

ઇન્દોર : મધ્યપ્રદેશના ઈન્દોરમાં 19 વર્ષના છોકરાના 14 વર્ષની છોકરી સાથે કથિત બળજબરીપૂર્વક બાળલગ્નના એક વર્ષ પછી, વરરાજા અને મૌલવી સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ખજરાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ વર્માએ ગુરુવારે આ જાણકારી આપી.

વર્માએ જણાવ્યું કે બાળલગ્ન 4 જુલાઈ, 2021ના રોજ થયા હતા અને ત્યારે કન્યાની ઉંમર 14 વર્ષની હતી અને વરની ઉંમર 19 વર્ષની હતી. તેણે કહ્યું કે બુધવારે નોંધાયેલી એફઆઈઆરમાં યુવક પર લગ્ન બાદ સગીર છોકરીને પોતાના ઘરમાં બંધક બનાવીને તેના પર બળાત્કાર કરવાનો પણ આરોપ છે. વર્માએ જણાવ્યું હતું કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006ના ઉલ્લંઘન માટે એફઆઈઆરના આરોપીઓમાં લગ્નની વિધિ કરનાર મૌલવી, વરરાજાની માતા અને લગ્નના ત્રણ સાક્ષીઓનો સમાવેશ થાય છે.

વર્માએ જણાવ્યું કે પોલીસે બાળ લગ્ન પીડિતાની હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવી છે. વહીવટીતંત્રની બાળ લગ્ન વિરોધી ફ્લાય સ્કવોડના પ્રભારી મહેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, "અમને ફરિયાદ મળી હતી કે વર પક્ષે સગીર છોકરી અને તેના પરિવારને ડરાવી-ધમકાવીને બાળલગ્ન કરવા દબાણ કર્યું હતું." બાળ કલ્યાણ સમિતિએ પીડિત બાળકીનું નિવેદન નોંધ્યું છે. અમે યુવતીના નિવેદનના આધારે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:00 pm IST)