Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જુલાઇથી પ્‍લાસ્‍ટિક સ્‍ટ્રો પર પ્રતિબંધ

અમૂલ મસ્‍તી છાસ, ફ્રુટી, રીયલ જયુસ જેવા પીણાઓ માટે મુશ્‍કેલી : એફએમસીજી કંપનીઓએ શરૂ કરી પેપર સ્‍ટ્રોની આયાત

નવી દિલ્‍હી, તા.૧૭: આવતા મહિનાથી ઓન ધ ગો પીણાઓ માટે મુશ્‍કેલીઓ શરૂ થવાની છે. અમૂલ મસ્‍તી બટરમીલ્‍ક, ફ્રુટી, રીયલ જયુસ અને એવા જ અન્‍ય પીણાઓના પેકેટ સાથે જોવા મળતી પ્‍લાસ્‍ટીક સ્‍ટ્રો હાલ તો અદ્રશ્‍ય થઇ જશે સિવાય કે સરકાર તેના માટેની અંતિમ તારીખને લંબાવે સરકારે ૧ જુલાઇથી પ્‍લાસ્‍ટીક સ્‍ટ્રો પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે.
એફએમસીજી કંપનીઓએ સરકારી આદેશના દબાણના પેપર સ્‍ટ્રોની આયાત શરૂ પણ કરી દીધી છે પાર્લે એગ્રેઓ પેપર સ્‍ટ્રો મંગાવવાની શ એફએમસીજી કંપનીઓએ સરકારી આદેશના દબાણના પેપર સ્‍ટ્રોની આયાત શરૂ પણ કરી દીધી છે પાર્લે એગ્રેઓ પેપર સ્‍ટ્રો મંગાવવાની શરૂ કરી દીધી છે. રિયલ બ્રાંડ હેઠળ નાના પેકમાં ફળોનો જયુસ વેચનાર ડાબર ઇન્‍ડિયા પણ વિદેશથી પેપર સ્‍ટ્રો મંગાવવા પર વિચાર કરી રહી છે. પાર્લે એગ્રોએ એક ઇ-મેલમાં કહ્યું કે નવા સરકારી દિશા નિર્દેશોનું પાલન કરવા માટે કંપનીએ વિદેશથી પેપર સ્‍ટ્રો મંગાવવાનું શરૂ કર્યુ છે પણ વિદેશી કાચમાં આયાત કરવી એ ટકા. વિકલ્‍પ ના હોઇ શકે. પાર્લે એગ્રોની સીઇઓ શૌના ચૌહાણે કહ્યું કે પોલીલેકટીક એસીડ (પી એલ એ) એ પેપર સ્‍ટ્રો મંગાવવા પર પડતર ટકાવારી ક્રમશઉ ૨૫૯ ટકા અને ૨૭૮ ટકા જેટલી વધી ગઇ છે. ફકત ૧૦ રૂપિયાના ઉત્‍પાદન માટે આટલી મોંઘી સ્‍ટ્રોનો મેળ નહીં ખાય. શૌના એ કહ્યું કે ભારતમાં અત્‍યારે પેપર સ્‍ટ્રો ઉત્‍પાદન કરવા માટેની પુરતી ક્ષમતા છે નહી જો સરકાર અમને સંપૂર્ણ રાહત ના આપી શકે તો તેણે કમ સે કમ આ ઉત્‍પાદન તૈયાર કરવા માટે અમને છ મહિનાનો સમય આપવો જોઇએ.
શૌનાએ કહ્યું કે જો છ મહિનાનો સમય મળી જાયતો બેવરેજીસ કંપનીઓને પુરતા પ્રમાણમાં પેપર સ્‍ટ્રો સપ્‍લાય કરવાની સુવિધા ભારતમાં તૈયાર થઇ જશે. તેનાથી બેવરેજ કંપનીઓ માટે પ્‍લાસ્‍ટીક સ્‍ટ્રો છોડીને પેપર સ્‍ટ્રોના ઉપયોગ તરફ આગળ વધાવનું સરળ બની જશે અને વધારે પડતો આયાતનો બોજ પણ નહીં આવે.
ડાબર ઇન્‍ડિયાએ પણ કહ્યું કે ભારતમાં ઇન્‍ટીગ્રેટેડ પ્‍લાસ્‍ટીક સ્‍ટ્રોનો અત્‍યારે ભારતમાં કોઇ મજબૂત વિકલ્‍પ નથી. ડાબર ઇન્‍ડિયાના સીઇઓ મોહિત મલ્‍હોત્રાએ જણાવ્‍યુ કે પેપર સ્‍ટ્રો વિદેશથી મંગાવવી બહુ મોંઘી છે અને તેનાથી કંપનીઓની પડતર વધી જશે એન સરકારને રાજસ્‍વનું નુશાન થશે. અમારો સરકારને અનુરોધ છે કે પેપર સ્‍ટ્રોના ઉત્‍પાદન માટે પર્યાપ્‍ત માળખુ ઉપલબ્‍ધ થાય ત્‍યા સુધી આ નવા દિશા નિર્દેશોના અમલીકરણ માટેની તારીખ લંબાવવામાં આવે.
એકશન એલાયસ ફોર રીસાઇકલીંગ બેવરેજીસ કાર્યુન્‍સ (એએસઆરસી) એ પર્યાવરણ મંત્રાલયને પેપર સ્‍ટ્રો અપનાવવાની દિશામાં ધીમે ધીમે આગળ વધવાનો પ્રસ્‍તાવ કર્યો છે. એએસઆરસીના સીઇઓ પ્રવીણ અગ્રવાલે કહ્યું કે અમને લાગે છે કે આગામી એપ્રીલ-જૂનમાં એફએમસીજી ઉદ્યોગ ૫૦ ટકાથી વધારે પ્‍લાસ્‍ટીક સ્‍ટ્રોનો વિકલ્‍પ શોધી લેશે અને આવતા વર્ષના ઓકટોબર-ડીસેમબર સુધીમાં સંપૂર્ણપણે સ્‍ટ્રોનો ઉપયોગ શરૂ થઇ જશે. તેમણે કહ્યું કે પેપર સ્‍ટ્રો તૈયાર કરવાની પુરી ક્ષમતા અત્‍યારે ભારતમાં નથી અને વૈશ્‍વિક સ્‍તરે પણ તેનું ઉત્‍પાદન પુરતુ નથી થઇ રહ્યું.

 

(11:45 am IST)