Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

પરમાણુ શસ્ત્રો : ભારતે એક વર્ષમાં પરમાણુ હથિયારો પાછળ ૭૭૯૯ કરોડ રૂપિયા ખર્ચ્‍યા

કુલ નવ દેશો એ ૮૨.૪ અરબ ડોલરનો ખર્ચ કર્યો

ભારતે પરમાણુ હથિયારોના ઉત્‍પાદન અને જાળવણી પર એક વર્ષમાં એક અબજ ડોલર (રૂ. ૭૭૯૯ કરોડ) કરતાં વધુ ખર્ચ કર્યા છે. વૈશ્વિક પરમાણુ શષાોના નાબૂદી અંગેના ICANના અહેવાલ મુજબ, વિશ્વના નવ પરમાણુ સશષા દેશોએ ૨૦૨૧માં તેમના પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમો પર કુલ ઼૮૨.૪ બિલિયનનો ખર્ચ કર્યો છે, જે વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં આઠ ટકાનો વધારો દર્શાવે છે. ૨૦૨૧ માં વૈશ્વિક પરમાણુ હથિયારોના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો.

ડિફેન્‍સ થિંક ટેન્‍ક સ્‍ટોકહોમ ઈન્‍ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્‍સ્‍ટિટ્‍યૂટ (સિપ્રી) એ દાવો કર્યો હતો કે જાન્‍યુઆરી ૨૦૨૨માં ભારત પાસે ૧૬૦ પરમાણુ હથિયાર હતા અને તે પરમાણુ હથિયારોની સંખ્‍યામાં વધારો કરી રહ્યો હોવાનું જણાય છે. જાન્‍યુઆરી ૨૦૨૧માં ભારત પાસે માત્ર ૧૫૬ પરમાણુ શષાો હતા. પાકિસ્‍તાન પાસે ૧૬૫ પરમાણુ હથિયારો છે.

ICAN અનુસાર, વર્ષ ૨૦૨૧ની દરેક મિનિટમાં પરમાણુ હથિયારો પર કુલ ઼૧,૫૬,૮૪૧નો ખર્ચ કરવામાં આવ્‍યો છે. દુનિયા જે ઝડપે તબાહી મચાવી રહી છે તેનો આ પુરાવો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે અમેરિકા સૌથી વધુ ખર્ચ કરે છે અને વિશ્વમાં પરમાણુ હથિયારો પર કુલ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ એકલા અમેરિકાએ કર્યો છે. આ પછી ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્‍સ જેવા દેશોએ પરમાણુ હથિયારો પર ખર્ચ કર્યો છે. ઇન્‍ટરનેશનલ કેમ્‍પેઇન ટુ એબોલિશ ન્‍યુક્‍લિયર વેપન્‍સ (ICAN) દ્વારા પરમાણુ ખર્ચ અંગેના તેના વાર્ષિક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્‍યો છે.

રિપોર્ટ અનુસાર યુએસ $૪૪.૨ બિલિયન, ચીન $૧૧.૨ બિલિયન, રશિયા $૮.૬ બિલિયન, યુનાઇટેડ કિંગ્‍ડમ $૬.૮ બિલિયન, ફ્રાન્‍સ $૫.૯ બિલિયન, ભારત $૨.૩ બિલિયન, ઇઝરાયેલ $૧.૨ બિલિયન, પાકિસ્‍તાન ૧.૧ બિલિયન ડોલર. બિલિયન અને નોર્થ કોરિયા પરમાણુ શષાોના નિર્માણ અને અપગ્રેડ પર $૬૪૨ મિલિયન ખર્ચ્‍યા.

ICAN એ નોંધ્‍યું છે કે પરમાણુ શષાોના ઉત્‍પાદકોએ પણ પરમાણુ શષાોની લોબિંગ પર કરોડો ડોલર ખર્ચ્‍યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે જયાં એક તરફ પરમાણુ હથિયાર બનાવવા માટે ૨૫૬ ડોલરનો ખર્ચ કરવામાં આવ્‍યો છે, તો બીજી તરફ તેનો એક ભાગ લોબિંગ પર ખર્ચવામાં આવ્‍યો છે. આ સિવાય પરમાણુ હથિયારોના ઉત્‍પાદન અને અપગ્રેડિંગમાં અલગથી ખર્ચ કરવામાં આવે છે.

સંરક્ષણ થિંક ટેન્‍ક સ્‍ટોકહોમ ઇન્‍ટરનેશનલ પીસ રિસર્ચએ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તમામ નવ પરમાણુ-સશસ્ત્ર દેશો તેમના શષાાગારોનું વિસ્‍તરણ અથવા અપગ્રેડ કરી રહ્યાં છે. આવા શષાો તૈનાત થવાનું જોખમ ઊંચું જણાય છે. ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાએ તેના પરમાણુ શષાોનો ઉપયોગ કરવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી.

ICANનો અંદાજ છે કે ઉત્તર કોરિયા ૨૦૨૧ માં પરમાણુ શષાો પર ઼૬૪૨ મિલિયનનો ખર્ચ કરશે, જયારે તેની અર્થવ્‍યવસ્‍થા યુએનના પ્રતિબંધો અને રોગચાળા સાથે જોડાયેલ સરહદો બંધ થવાને કારણે સંઘર્ષ કરી રહી છે. ઉત્તર કોરિયાએ ગત વર્ષમાં રેકોર્ડ સંખ્‍યામાં મિસાઈલ પ્રક્ષેપણ કર્યા છે. એવી આશંકા છે કે તે ૨૦૧૭ પછી ફરીથી પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. એક અંદાજ મુજબ તેની પાસે ૨૦ પરમાણુ હથિયારો છે.

(10:20 am IST)