Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જીએસટી પોર્ટલની ખામી : એક જ બિલ બે વખત દેખાતાં વેપારીઓ મૂંઝવણમાં

પંદર દિવસમાં બીજી વખત જીએસટી પોર્ટલની ખામીને કારણે પરેશાની વધી

નવી દિલ્‍હી,તા. ૧૭: જીએસટી સર્વરમાં પંદર જ દિવસમાં બીજી વખત ટેક્‍નિકલ ખામી સર્જાવાના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે, કારણ કે જીએસટી રિટર્ન ભરતી વખતે ૨બીમાં એક જ બિલ બે વખત દર્શાવવામાં આવતા ક્રેડિટ એક વખત લેવી કે બે વખત તે મુદે મૂંઝવણમાં મુકાયા છે. જોકે આ સમસ્‍યાની જાણ જીએસટી પોર્ટલના જવાબદારોને થતા તેઓએ પણ ટેક્‍નિકલ ખામી હોવાનું જણાવીને એક જ વખત ક્રેડિટ લેવા માટેની ટકોર કરી છે.

૨૦મી જૂન પહેલાં અગાઉના મહિનાનું ૩ઊંક રિટર્ન જીએસટીમાં ભરવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે. આ માટે વેપારીઓ દ્વારા ભરવામાં આવતા જીએસટીઆર ૧ પ્રમાણેની ક્રેડિટ જીએસટીઆર ૨બીમાં દેખાતી હોય છે, તેથી વેપારી તે રિટર્નના આધારે જ ૩બી રિટર્ન ભરવાની પ્રક્રિયા પાર પાડે ત્‍યારે ૨બીમાં દેખાતી ક્રેડિટ પ્રમાણે ૩બીના રિટર્નમાં દર્શાવતો હોય છે, પરંતુ ચાલુ માસમાં ૩બી રિટર્ન ભરવા માટે વેપારીઓને એક જ બિલ બે વખત દર્શાવતા ક્રેડિટ પર બે વખત ૨બીમાં દર્શાવવામાં આવી રહી છે. આ જ કારણોસર જીએસટી પોર્ટલ પર આ ટેક્‍નિકલ ખામી હોવાનું દર્શાવીને આવી સમસ્‍યા આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. (૨૨.૫)

સર્વરની કાયમી સમસ્‍યા ઉકેલાય તેવી વ્‍યવસ્‍થા થાય તે જરૂરી

ટેક્ષ નિષ્‍ણાંતોના કહેવા મુજબ વેપારી દ્વારા નાની સરખી પણ ભૂલ કરવામાં આવે તો તેની પાસેથી વસૂલાત કરવામાં કોઇ કસર બાકી રાખવામાં આવતી નથી. જયારે સર્વરની ટેક્‍નિકલ ખામી હોવાનું જણાવીને દર વખતે હાથ અધ્‍ધર કરી દેવામાં આવતા હોય છે. ત્‍યારે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભૂલને પણ માફી આપવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવવી જોઇએ.

(10:23 am IST)