Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રિટેલ બિઝનેસની ગાડી પાટેઃ રેસ્‍ટોરન્‍ટ- કપડા બજાર ધમધમ્‍યા

દેશનો રિટેલ બિઝનેસ મે-૨૦૨૨માં કોવિડ પૂર્વના સ્‍તર એટલે કે મે-૨૦૧૯ની તુલનામાં ૨૪ ટકા વધારો : વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્‍ડ પુરો થતા તથા લગ્નોની સીઝન ખુલતા વિવિધ બજારોમાં ઘરાકી નીકળી

નવી દિલ્‍હી, તા.૧૭: દેશના છૂટક વેપારમાં મે ૨૦૨૨માં પ્રી-કોવિડ સ્‍તર એટલે કે મે, ૨૦૧૯ની સરખામણીમાં ૨૪ ટકાનો વધારો થયો છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્‍ડિયા (RAI) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. RAIના તાજેતરના રિટેલ બિઝનેસ સર્વે અનુસાર, મે ૨૦૧૯ ના મહિનાની સરખામણીએ મે મહિનામાં પ?મિ ભારતમાં વેચાણમાં ૩૦ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, સમાન સમયગાળામાં પૂર્વીય ક્ષેત્રમાં વેચાણમાં ૨૯ ટકાનો વધારો થયો છે.

તેવી જ રીતે, દક્ષિણ ભારતમાં વેચાણ ૨૨ ટકા અને ઉત્તર ભારતમાં ૧૬ ટકા વધ્‍યું છે. ટકાવારીની વળદ્ધિ સાથે વેચાણમાં સતત સુધારો ખૂબ જ પ્રોત્‍સાહક છે.

રાજગોપાલને જણાવ્‍યું હતું કે લગ્નની સિઝન ફરી શરૂ થયા બાદ અને ઓફિસમાંથી કામકાજ શરૂ થયા બાદ એપેરલ અને ફૂટવેર જેવી કેટેગરીઓએ સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. રાજગોપાલને કહ્યું, મોંઘવારી અંગે ચિંતા યથાવત્‌ છે. જોકે હવે ગ્રાહકો બજારમાં આવીને ખરીદી કરી રહ્યા છે. RAIએ કહ્યું કે તમામ પ્રદેશોમાં વેચાણ વધ્‍યું છે.

ઝડપી સેવા રેસ્‍ટોરાંના વેચાણમાં ૪૧ ટકાનો વધારો થયો છે. બીજી તરફ, ફૂટવેર જેવી કેટેગરીમાં ૩૦ ટકાનો સારો સુધારો જોવા મળ્‍યો છે. RAIના સર્વે અનુસાર, ૨૦૧૯ના સમાન મહિનાની સરખામણીએ મે મહિનામાં કન્‍ઝ્‍યુમર ગુડ્‍સ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ સામાનના વેચાણમાં ૧૫ ટકા અને એપેરલ અને કપડામાં ૨૪ ટકાનો વધારો થયો છે. તેની સાથે ખાદ્ય અને કરિયાણાની શ્રેણીમાં ૨૩ ટકા અને રમતગમતના સામાનના વેચાણમાં ૨૪ ટકા વળદ્ધિ જોવા મળી હતી.

૧૪ જૂનના રોજ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ૨૦૨૦-૨૧ માટેના સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS) અનુસાર, ૨૦૨૦-૨૧ (જુલાઈ-જૂન)માં બેરોજગારીનો દર ઘટીને ૪.૨ ટકા થઈ ગયો છે. કોરોના વાયરસ રોગચાળાને કારણે દેશવ્‍યાપી લોકડાઉન હોવા છતાં આ બન્‍યું. આ દરમિયાન, શ્રમ દળની ભાગીદારીનો દર વધીને ૪૧.૬ ટકા થયો. નોંધપાત્ર રીતે, ૨૦૧૯-૨૦ (જુલાઈ-જૂન) માં, બેરોજગારીનો દર ૪.૮ ટકા હતો અને શ્રમ દળની ભાગીદારી દર ૪૦.૧ ટકા હતો. PLFS રોજગાર સંબંધિત ડેટાનો એકમાત્ર અધિકળતસ્ત્રોત છે. તે શહેરી વિસ્‍તારો માટે ત્રિમાસિક ધોરણે અને શહેરી અને ગ્રામીણ વિસ્‍તારો માટે વાર્ષિક ધોરણે અહેવાલો આપે છે

(10:08 am IST)