Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

દિલ્હીમાં આગામી છ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી : ગાજવીજ અને ભારે પવનની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર

રવિવાર સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડવાની સંભાવના

નવી દિલ્હી :  હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાજવીજ અને ભારે પવનની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. મંગળવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હતું.

આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો-લેવલ ઇસ્ટર્લીની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે, IMD એ આગામી છ દિવસમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડવાની સંભાવના છે.

(12:36 am IST)