Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

હવે દેશભરમાં તમામ પ્રકારના વાહનો માટે એક સરખા હશે પી.યુ.સી સર્ટીફીકેટ

ક્યૂઆર કોડ પીયુસી સર્ટીફીકેટમાં વાહન, માલિક અને વાહન દ્વારા ઉત્સર્જનની સ્થિતિની વિગતો હશે. : પહેલી વાર રીજેકશન સ્લીપની જોગવાઈ

નવી દિલ્હી : કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રાલયએ દેશભરના તમામ વાહનો માટે એ સરખા પીયુસી સર્ટીફીકેટ એટલે કે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્રો બનાવવા અને પીયુસી ડેટાબેસને રાષ્ટ્રીય રજિસ્ટર સાથે જોડવાની સૂચના જાહેર કરી છે. મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ નિયમો 1989 માં ફેરફાર કર્યા છે. જે મૂજબ ક્યૂઆર કોડ પીયુસી સર્ટીફીકેટ પર છાપવામાં આવશે અને તેમાં વાહન, માલિક અને વાહન દ્વારા ઉત્સર્જનની સ્થિતિની વિગતો હશે. સરકારના આ પગલાથી દેશભરમાં એ સરખું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે.

   એક સમાન પી.યુ.સી સર્ટીફીકેટ અંગે સરકારે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. આ માહિતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ વખત રીજેકશન સ્લીપની જોગવાઈ કરવામાં આવી રહી છે. જો કોઈના વાહનનું પ્રદૂષણ સ્તર નિર્ધારિત ધોરણો કરતા વધારે હશે તો વાહનના માલિકને રીજેકશન સ્લીપ આપવામાં આવશે. વાહન માલિક આ સ્લિપ સર્વિસ સેન્ટર પર વાહનની સર્વિસ કરાવતી વખતે બતાવી શકે છે. જો પ્રદૂષણ માપવાનું મશીન ખામીયુક્ત હોય તો વાહન માલિક બીજા સર્વિસ સેન્ટર પર જઈ શકે છે

(7:18 pm IST)