Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કેદારનાથમાં દેવસ્થાનમ બોર્ડ વિરૂધ્ધ તીર્થ પુરોહીતનું શીર્ષાસન આંદોલન

નવી દિલ્હી તા. ૧૭: કેદારનાથ તીર્થ પુરોહીત સમાજનો દેવસ્થાનમ બોર્ડ સામેનો વિરોધ આંદોલન હવે જોર પકડતું જાય છે. બોર્ડને ભંગ કરવા માટે તીર્થ પરિસરમાં તીર્થ પુરોહીત આચાર્ય સંતોષ ત્રિવેદીએ શીર્ષાસન કરેલ. છેલ્લા એક અઠવાડીયાથી તીર્થ પુરોહીત સમાજ દ્વારા દેવસ્થાનમ બોર્ડ વિરૂધ્ધ આંદોલન ચાલી રહ્યું છે. તીર્થ પુરોહીત સંતોષ ત્રિવેદીએ મંગળવારથી શીર્ષાસન આંદોલન શરૂ કર્યું છે. તેઓ સાત દિવસ સુધી દરરોજ અડધો કલાક સવાર, બપોર, સાંજ શીર્ષાસન કરી આંદોલન ચાલુ રાખશે.

તેમણે જણાવેલ કે સરકારે દેવસ્થાનમ બોર્ડનું ગઠન કરી ખુબજ ખોટું કર્યું છે અને સરકારે તેની કિંમત ચુકવવી પડશે. સરકારે પહેલા ૩ જીલ્લા માટે યાત્રા ખોલવાની જાહેરાત કરેલ અને બાદમાં તેને પરત લીધેલ. યાત્રા શરૂ કરતા પહેલા તીર્થ પુરોહીતો સાથે બેઠક કરી વાતચિત કરવી જોઇએ. સરકારની યાત્રા ખોલવાને લઇને ઇચ્છા સાફ નજર નથી આવતી.

(4:08 pm IST)