Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટની વેલિડિટી વધારી : 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે

કોરોના મહામારીના કારણે 6 વાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડીટી વધારી

નવી દિલ્હી : ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી દીધી છે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે એકવાર ફરી તેની વેલિડીટી વધારી દીધી છે હવે આ ડૉક્યુમેન્ટ્સ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પહેલા આ ડૉક્યુમેન્ટની વેલિડીટી 30 જૂન સુધી જ માન્ય હતી

માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી આવેલા આદેશ મુજબ આ ડૉક્યુમેન્ટ્સ 1 ફેબ્રુઆરી, 2020 સુધી એક્સપાયર થઇ ગયા હતા અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધી એક્સ્પાયર થશે અને લૉકડાઉનના પ્રતિબંધોના કારણે રિન્યુ થઇ શક્યા નથી.

નાગરિકોને ટ્રાંસપોર્ટ સંબંધિત કોઇ સેવામાં પ્રોબ્લેમ ન થાય અને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ નિયમને તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવે જેથી ટ્રાંસપોર્ટ્સ અને બીજી સંસ્થાઓ આ મુશ્કેલ ઘડીમાં કામ કરી રહી છે તેને કોઇ પ્રકારની પ્રતાડના અને મુશ્કેલી ન આવે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના મહામારીના કારણે 6 વાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડીટી વધારી હતી. 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021 આ 6 વાર વેલિડીટી વધારી હતી.

(2:13 pm IST)