Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બંગાળના સીમાડા ઓળંગી હવે બીજા રાજ્યોમાં પણ ફલક વધારવાની તૈયારીમાં તૃણમૂલ કોંગ્રેસ : કોઈપણ ભોગે ભાજપને મહાત કરવાની નેમ સાથે મમતા બેનરજી મેદાનમાં : પ્રાથમિક તબ્બકે ત્રિપુરા ઉપર નજર

કોલકાત્તા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપ્યા પછી બીજા  રાજ્યોમાં પણ તેનો વિકલ્પ બનવાની નેમ સાથે તૃણમૂલ કોંગ્રેસ પોતાનું ફલક વધારવાની ફિરાકમાં હોવાનું જાણવા મળે છે. આ વિસ્તરણવાદી વિચારસરણી પાછળના પરિબળ તરીકે  મુખ્યમંત્રીના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી છે.

અભિષેક બેનર્જીએ 8 જૂનના રોજ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ચૂંટણી જીતવાના અને ભાજપનો સામનો કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે અન્ય રાજ્યોમાં એકમો સ્થાપશે. મંગળવારે ટીએમસીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમે પહેલા નાના રાજ્યો પર નજર રાખવાને બદલે કેટલાક મોટા રાજ્યોમાં ચૂંટણી લડવાની સંભાવનાની શોધ કરી રહ્યા છીએ.

બંગાળમાં ભાજપ વિરુદ્ધ ધરખમ જીતથી ઉત્સાહિત, ટીએમસીએ પ્રશાંત કિશોરની ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઈપીએસી) સાથેના કરારને નવીકરણ આપ્યું છે. નવો કરાર 2024 ની નિર્ણાયક લોકસભાની ચૂંટણી સુધીનો છે. મમતા બેનર્જી પોતાની પાર્ટીને  રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવતી  જોવા માંગે છે. તેથી તેણે પીકેની કંપની સાથેનો કરાર વધાર્યો છે. ટીએમસીના ટોચના નેતાઓએ એચટીને કહ્યું કે પ્રશાંત કિશોર હવેથી એક અલગ ભૂમિકા ભજવશે.

ટીએમસીની જાહેરાત રાજકીય નિરીક્ષકો માટે મહત્વાકાંક્ષી છે કારણ કે હજી સુધી કોઈ પ્રાદેશિક પક્ષ રાજ્યની બહારની સરકાર બનાવી શક્યો નથી . પછી તે .દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટી હોય ,કે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી હોય કે બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ હોય  દરેક પક્ષની સત્તા પોતાના રાજ્ય પૂરતી સીમિત જોવા મળી છે.

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, નેતૃત્વ ત્રિપુરા પર નજર રાખી રહ્યું છે, જ્યાં બંગાળીભાષી લોકો વસ્તીનો મોટો ભાગ છે અને ટીએમસી પાસે હજી પણ તક  છે. 2023 માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેવું  એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:51 pm IST)