Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બસ ડ્રાઈવરે ૪૨ મુસાફરોના જીવ જોખમમાં મૂકયા

ચાલુ બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ : તમામ યાત્રીઓ ઘાયલ

ડ્રાઈવરને યાત્રીઓ સાથે વિવાદ થયો હતો ! ત્યારબાદ ડ્રાઈવરે અચાનક ચાલુ બસમાંથી કૂદકો માર્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી

આઝમગઢ,તા.૧૭: ઉત્ત્।ર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં દેવગાંવ પોલીસ સ્ટેશનના મસીરપુરમાં નેશલ હાઇવે ઉપર મંગળવારે મોડી રાત્રે ભઠ્ઠામાં કામ કરતા મજૂરોને વારાણસી મૂકવા જઈ રહેલા પ્રાઈવેટ બસ પલટી ગયાની ઘટના બની હતી. દુર્ઘટનામાં બસમાં સવાર ૪૨ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી ચાર લોકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી.

જેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. જયારે અન્ય મજૂરો પોતાના પરિજનો સાથે નગર પંચાયતના રેન બસેરા પર રોકાયા છે. માનવમાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને યાત્રીઓ સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ ડ્રાઈવરે અચાનક ચાલું બસમાંથી કૂદકો માર્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી.

બિલરિયાગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રિયાઝના ભટ્ટા ઉપર કારમ કરતા રાંચીના મજૂરો વરસાદમાં ભઠ્ઠા ઉપર કામ ન હોવાના કારણે ઘરે જવા ઈચ્છતા હતા. મંગળવારે ભઠ્ઠા માલિકે એક પ્રાઇવેટ બસ કરીને વારાણસી મૂકવા માટે બેસાડ્યા હતા.

બસ ચાલક અને તેમાં સવાર અન્ય સહયોગીઓ વચ્ચે કોઈ બાબત અંગે વિવાદ શરૂ થયો હતો. રાત્રીના લગભગ ૧૧ વાગ્યે મસીરપુર પાસે નેશનલ હાઇવે ઉપર બસ ડ્રાઈવર અચાનક બસને ધીમી પાડીને કૂદી ગયો હતો. જેનાથી બસ નેશનલ હાઇવેની નીટે જઈને પલટી ગઈ હતી.

બસ પલટવાની જાણ થતાં જ ચોકી પ્રભારી અનિલ સિંહ ઘટના ઉપર પહોંચીને પરિજનો સહિત ૪૨ મજૂરોને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડ્યા હતા. જેમાં સંજય, જાયા, સીતા અને સુમને એકસરે માટે રિફર કરી અન્યનો ઉપચાર કરીને મુકત કર્યા હતા.

દરેક ૪૨ લોકોને નગર પંચાયતના રેન બસેરામાં આરામ કરવા માટે મોકલ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે મજૂર કોઈ કાયદાકીય પ્રક્રિયામાં પડવા માંગતા નથી. બસ માલિક દ્વારા તેમને બીજી બસ કરીને વારાણસી પહોંચાડવાની પ્રક્રિયા હાથધરી છે.

(10:36 am IST)