Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ભારતીય ઇકોનોમી માટે હવે 'અચ્છે દિન'

આ મહિને કોરોના પ્રતિબંધો હળવા થતા અર્થતંત્ર દોડવા લાગ્યું

નવી દિલ્હી તા. ૧૭ : અલ્ટ્રા હાઇ ફ્રીકવન્સી ડેટા દર્શાવી રહ્યા છે કે કન્ઝયુમર સેન્ટીમેન્ટ લીમીટમાં રહેવા છતાં એશીયાની ત્રીજા નંબરની મોટી ભારતીય અર્થવ્યવસ્થા જૂનમાં ગતિ પકડી રહી છે.

૧૩ જૂને પૂરૂ થયેલું સપ્તાહ સતત ત્રીજું અઠવાડીયું હતું. જેમાં અર્થ વ્યવસ્થાએ ગતિ મેળવી છે તેવું ત્રણ ડેટા ટ્રેકર રીસર્ચ એજન્સીઓના ડેટામાં જણાવાયું છે.

૨૩ મે એ પુરા થયેલ સપ્તાહની સૌથી ખરાબ પરિસ્થિતિ પછી ૧૩ જૂને પુરૃં થયેલ સપ્તાહ સળંગ ત્રીજું સપ્તાહ હતું. જેમાં અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો છે. આ નિષ્કર્ષ કવાંટઇકો રીસર્ચસ ડેઇલી એકટીવીટી એન્ડ રીકવરી ટ્રેકર (ડીએઆરટી) ઇન્ડેક્ષ જોતા મળે છે. નોમુરા ઇન્ડીયા બીઝનેસ રીઝમ્પશન ઇન્ડેક્ષ પણ એ જ અઠવાડિયામાં વધ્યો છે. સતત ત્રીજા અઠવાડીયે મોબીલીટી ઇન્ડીકેટરમાં સુધારો અને પાવરની માંગમાં વધારો જોવા મળ્યો છે. જે ૨૩ મે એ પુરા થયેલ સપ્તાહમાં આખા વર્ષમાં સૌથી ઓછી હતી.

ગુગલ મોબીલીટી ઇન્ડાઇસીસ, એપલ ડ્રાઇવીંગ ઇન્ડેક્ષ અને ડેઇલી રેલવે પેસેન્જર રેવન્યુ જેવા મોબીલીટી ઇન્ડીકેટરો દર્શાવે છે કે જૂનમાં જોરદાર સુધારો આવ્યો છે. જૂનના પહેલા પખવાડિયામાં ઇ-વે બીલ અને આયાત પણ જોરદાર સુધારો દર્શાવતા સૂચવે છે કે આર્થિક ગતિવિધિઓ ધીમે ધીમે પાટે ચડી રહી છે.

(10:29 am IST)