Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પૃથ્વી પર હવે ૪ નહી પણ ૫ મહાસાગરઃ નામ છે 'સધને ઓશન'

હવે પૃથ્વી પર એટલાન્ટિક, પેસિફિક મહાસાગર, ઇન્ડિયન ઓસિયન એટલે કે હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર પછી દક્ષિણ મહાસાગરને પાંચમાં મહાસાગર તરીકે ઓળખવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૭: દુનિયામાં અત્યાર સુધી કહેવાતુ હતુ કે ચાર મહાસાગરો છે. ખાસ કરીને જો નાનપણની વાત કરીએ તો, ત્યારે આપણે બધા આપણી શાળાનાં પુસ્તકોમાં પૃથ્વી પર ચાર મહાસાગરો અને ૭ ખંડો વિશે વાંચ્યુ હતુ. પરંતુ હવે પૃથ્વી પર પાંચમાં મહાસાગરની માહિતી સામે આવી છે.

નેશનલ જિયોગ્રાફિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પૃથ્વીનાં દક્ષિણ ધ્રુવની નજીક એક દક્ષિણ સમુદ્ર છે, જે એન્ટાર્કટિકાની આસપાસનો વિસ્તાર છે. પાંચમાં મહાસાગરનું નામ Southern Ocean રાખવામાં આવ્યું છે. યુ.એસ.એ તેની સત્તાવાર મંજૂરી પણ આપી દીધી છે. એટલે કે, હવે પૃથ્વી પર એટલાન્ટિક, પેસિફિક મહાસાગર), ઈન્ડિયન ઓસિયન એટલે કે હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર પછી દક્ષિણ મહાસાગરને પાંચમાં મહાસાગર તરીકે ઓળખવામાં આવશે. નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનાં ભૂગોળશાસ્ત્રી એલેકસ ટેટ કહે છે કે અમે પહેલાથી જ એન્ટાર્કટિક દક્ષિણ મહાસાગરને એક અલગ મહાસાગર તરીકે વિચારણા કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, પાંચમાં મહાસાગરની શોધ બાદ હવે દક્ષિણ મહાસાગરને પણ સામાન્ય જ્ઞાનનાં પુસ્તકમાં અને નકશામાં સ્થાન આપવામાં આવશે, તેથી દ્યણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પ્રશ્નો પૂછવાનું લગભગ નિશ્ચિત છે.

આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે દક્ષિણ મહાસાગરને કયો મહાસાગર સ્પર્શે છે, તો તેનો સીધો જવાબ પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગર છે. તેથી, તેની સાથે સંબંધિત બધી માહિતી દ્યણી રીતે મહત્વપૂર્ણ બની જાય છે. આપને જણાવી દઈએ કે, ૮ જૂને વિશ્વ મહાસાગર દિવસ એટલે કે World Ocean Day ની ઉજવવામાં આવે છે અને ૮ મી જૂને નેશનલ જિયોગ્રાફિક દ્વારા પાંચમાં મહાસાગરની શોધની દ્યોષણા કરવામાં આવી હતી. મહાસાગર વિશે વાત કરીએ તો પૃથ્વીનો ૭૧ ટકા ભાગ મહાસાગરોથી દ્યેરાયેલો છે અને વિશ્વનો સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે. વળી બીજા નંબર પર એટલાન્ટિક મહાસાગર છે, ત્રીજા નંબર પર હિંદ મહાસાગર છે અને ચોથા નંબર પર દક્ષિણ મહાસાગર છે અને સૌથી નાનો આર્કટિક મહાસાગર છે.

હવે અહી ઘણા લોકોને મનમાં સવાલ થઇ રહ્યો છે કે અચાનક નવો મહાસાગર કેમ જાહેર કરવામાં આવ્યો અને તેનાથી શું ફાયદો થશે, તો તેનું મુખ્ય કારણ અહીં કલાઇમેટ વેધર પલટો છે. પૃથ્વીનો દક્ષિણ ભાગ પૃથ્વીનાં અન્ય ભાગોથી સંપૂર્ણપણે ભિન્ન છે અને તે ખૂબ જ વિશેષ છે. જોકે આ મહાસાગરનો ઉલ્લેખ પહેલા પણ કરવામાં આવ્યો છે, તે કયારેય સત્તાવાર રીતે માન્ય ન હતો અને નકશા પર સૂચિબદ્ઘ નથી. વૈજ્ઞાનિકો માને છે કે જો આપણે શીપ દ્વારા દક્ષિણ મહાસાગરમાં જઈશું, તો આપણે અહીં એકદમ અલગ વાતાવરણ અનુભવીશું. આસપાસનું વન્યપ્રાણી જીવન બદલાયું છે, તેથી જ તેને એક અલગ મહાસાગર તરીકે ઓળખવામાં આવી છે.

સામાન્ય રીતે, મહાસાગરનું વિભાજન આસપાસનાં ભૂ-ભાગનાં આધારે કરવામાં આવે છે, પરંતુ દક્ષિણ મહાસાગર એ પ્રથમ મહાસાગર છે જેનું વિભાજન સમુદ્રનાં મોજા એટલે કે Ocean Current થી કરવામાં આવેલ છે. સમુદ્ર તરંગ દ્વારા વહેંચાયેલો આ પ્રથમ મહાસાગર છે. આ સમુદ્ર મોજાનું નામ The Antarctic Circumpolar Current એટલે કે એસીસી છે. જો આપણે એસીસી વિશે વાત કરીએ, તો પછી પૃથ્વીનાં સતત પરિભ્રમણ, પવન અને અન્ય કારણોસર સમુદ્રનાં મોજાનું નિર્માણ થાય છે. સમુદ્રમાં રહેતા જીવો દરિયાની લહેરો અનુસાર આગળ વધે છે. એન્ટાર્કટિકામાં એસીસી લહેર ખૂબ વધારે છે અને આ તે બાકીનાં મહાસાગરથી સંપૂર્ણપણે અલગ રહે છે. કલાઇમેટ ચેન્જનાં કારણે, એન્ટાર્કટિકાનો બરફ પીગળી રહ્યો છે, અહીં પ્રાણીસૃષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. આ જ કારણ છે કે બદલાતી પ્રકૃતિને કારણે, આ પાંચમો મહાસાગર માન્યતા પ્રાપ્ત થયો છે.

(10:24 am IST)