Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

Dt. : 17-06-2020 : AKILA INDIA EVENTS નો રાષ્‍ટ્રવાદી નિર્ણય : ચાઇનીઝ ZOOM APP. સાથે નાતો તોડ્યો : 'મેરા કુછ સામાન’ - ગુલઝારનામાં ઓનલાઇન શો રદ…

AKILA INDIA EVENTS નો

રાષ્ટ્રવાદી નિર્ણય...

ચાઇનીઝ ZOOM APP. સાથે નાતો તોડ્યો...

'મેરા કુછ સામાન’ - ગુલઝારનામાં ઓનલાઇન શો રદ…

ભારતીય જવાનો સાથે સરહદ પર ચીને આચરેલી બર્બરતા કાળજુ કંપાવનારી છે. ભારતીય જવાનોએ પરાક્રમી પ્રતિકાર કર્યો જ છે. અમે માનીએ છીએ કે, દરેક ભારતીયે ચીન સામેના જંગમાં યથાશક્તિ સામેલ થવું જ જોઇએ.

તા. 20 - 21 - 22 જૂન ના અકિલા ઈન્ડિયા ઇવેંટ્સના ઓનલાઇન શો 'મેરા કુછ સામાન’ - ગુલઝારનામાં ઝૂમ એપ. ના માધ્‍યમથી યોજાનાર હતો. આ એપ. ચાઇનીઝ પ્રોડક્ટ છે. એટ્લે જ અકિલા ઈન્ડિયા ઇવેંટ્સએ ‘ઝૂમ’ સાથે નાતો તોડ્યો છે અને 'મેરા કુછ સામાન’ - ગુલઝારનામાંનો ઓનલાઇન શો હાલ રદ્દ કર્યો છે.

કાર્યક્રમ માટે બુકિંગ કરાવનારને અમે SORRY કહીને અમારો આ નિર્ણય જાહેર કરીએ છીએ અને આગામી દિવસોમાં બીજા કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ થકી ફરીથી 'મેરા કુછ સામાન’ અને બીજા ઓનલાઇન કાર્યક્રમોની શ્રેણી ફરી શરૂ કરીશું ત્યારે આપ સૌ ને ફરીથી જાણ કરીશું.

'મેરા કુછ સામાન’ - ગુલઝારનામાં કાર્યક્રમની ઓનલાઇન ટિકીટ બુકિંગ કરાવનારને ઝડપથી રિફંડ મળી જશે. ફરીથી SORRY અને 
ભારત માતા કી જય….

- નિમિષ ગણાત્રા અને અકિલા ઈન્ડિયા ઇવેંટ્સ ટીમ

#boycottchina #boycottchiniseproducts #akila #gujratri #gulzar #milindgadhavi #gargivora #jaydave #hindisong #hindisongs #bollywood #music #genre #song 

(11:55 pm IST)