Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

આવકવેરા વિભાગમાં 10 વરિષ્ઠ અધિકારીઓની પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે નિમણૂક: અન્ય ચારની બદલી કરાઈ

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) માં બે મેમ્બર લેવલની ખાલી જગ્યાઓ ભરવા માટે ચાલી રહેલી પસંદગી પ્રક્રિયાની વચ્ચે, મોદી સરકારના વહીવટીતંત્રએ રે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઈન્કમટૅક્સ (PCCIT) માટે વરિષ્ઠ IRS (Income Tax) અધિકારીઓની મોટી ફેરબદલની ઘોષણા કરી છે. જેમાં 10 અધિકારીઓની PCCIT તરીકે નિમણૂક કરાઈ છે જ્યારે 4 અધિકારીઓની વિવિધ ક્ષેત્રોમાં બદલી કરાઈ છે

 CCIT કક્ષાના 10 અધિકારીઓને પ્રિન્સિપલ CCIT તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 4 અધિકારીઓને સભ્ય પદ માટેના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યાં હતાં તેમને નવી પોસ્ટ આપવામાં આવી છે. આ અધિકારીઓની યાદી આ પ્રમાણે છે. 

  1. હિમાલિની કશ્યપ - PCCIT, નાગપુર
  2. શશીકલા નાયર- PCCIT, કેરલ
  3. બી પી.સિંઘ- PCCIT (કરમુક્તિ), દિલ્હી
  4. શ્રીમતી અનુ જે. સિંઘ (IRS IT: 1985) - PCCIT, દિલ્હી
  5. શ્રીમતી શેફાલી શાહ (IRS IT: 1985) - PCCIT (આંતરરાષ્ટ્રીય કરવેરા), દિલ્હી
  6. ચિત્તરંજન પાટી (IRS IT: 1986) - PCCIT, યુપી (પૂર્વ)
  7. અમિત જૈન (IRS IT: 1985) - PCCIT- મુંબઈ
  8. અનુજા સારંગી (IRS IT: 1985) - પ્રિન્સિપલ DG Income Tax (વિજિલન્સ), નવી દિલ્હી
  9. માનિક લાલ કર્માકર- PCCIT, તમિળનાડુ અને પુડુચેરી
  10. પ્રીતમ સિંહ- PCCIT, ગુજરાત

આ ઉપરાંત, ચાર વરિષ્ઠ IRS (IT) અધિકારીઓ, જે પ્રિન્સિપલ CCIT / પ્રિન્સિપલ DGIT તરીકે કાર્યરત હતા તેમની વિવિધ ઈન્કમટૅક્સ ક્ષેત્રોમાં બદલી કરાઈ છે. જે આ પ્રમાણે છે.

(11:54 pm IST)