Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

હવે Gmail એપથી કરી શકાશે વિડીયો કોલિંગ: ગૂગલ આપશે Zoom એપને ટક્કર

જીમેઈલના ડેસ્કટોપ વર્ઝન પર પહેલાથી જ ગૂગલ મીટ અવેલેબલ : કેવી રીતે કરશો ઉપયોગ?વાંચો ફટાફટ

 

નવી દિલ્હી : કોવિડ-૧૯ના સંક્રમણના કારણે લોકડાઉનના કારણે વિડીયો કોન્ફરન્સિંગ એપનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એવામાં ઝૂમ એપનો દુનિયાભરમાં ખૂબ ઉપયોગ થઇ રહ્યો છે. એવામાં દિગ્ગજ કંપની જેવી કે ગૂગલ અને માઈક્રોસોફ્ટ અને ફેસબુક પણ પાછળ રહેવા માટે ઇચ્છતું નથી અને ઝૂમ એપને ટક્કર આપવા માટે કંપનીઓ પોતાની વિડીયો કોન્ફરસિંગ એપ્સને સતત સારી બનાવવા માટે પ્રય્તન કરી રહી છે.

ઝૂમ એપને ટકકર આપવા માટે અને વિડીયો કોન્ફરસિંગ સેગ્મેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ગૂગલે સ્માર્ટફોનની જીમેઈલ એપ પર ગૂગલ મીટ શોર્ટકટને ઉમેરવામાં આવ્યું છે. શોર્ટકટ કંપનીએ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ માટે એડ કરવામાં આવ્યું છે.

ગૂગલ મીટ વિડીયો કોન્ફરસિંગ ટૂલ જીમેઇલના ડેસ્કટોપ વર્ઝન પર પહેલેથી અવેલેબલ છે. હવે સ્માર્ટફોન એપ યુઝર્સને સીધા જીમેઈલથી ગૂગલ મીટ વિડીયો કોલ કરી શકશે. માટે અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

જીમેઈલ એપમાં તમને સાઈડમાં એક નવું શોર્ટકટ દેખાશે. વિડીયો કોલ સ્ટાર્ટ કરવા માટે તમારે "ન્યુ મીટીંગ" ઓપ્શન પર ટેપ કરવું પડશે. ટેપ કર્યા બાદ એક લિંક ક્રિએટ કરીને તમને જેમને આમંત્રણ મોકલવા માટે ઈચ્છો છે તેમની સાથે શેર કરી શકો છો. સિવાય એપમાં "જોઈન વિથ કોડ" ફીચરનો ઉપયોગ કરી શકો છો.

ગૂગલના પગલાંને પગલે ઝૂમ એપને કડક ટક્કર મળી શકે છે. જીમેઈલ એપનો ઉપયોગ દુનિયાભરમાં મોટી સંખ્યામાં ઉપયોગ કરી શકે છે. હવે એપમાં મીટનું સામેલ થયાં બાદ યુઝર્સ માટે જીમેઈલ દ્વારા વિડીયો કોલ કરવાનું પહેલા કરતાં સરળ રહેશે.

(11:03 pm IST)