Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચીન સાથે વધતા તણાવની વચ્ચે સરહદ પર માર્ગનું નિર્માણ કામ ઝડપી બનાવાશે : 1500 મજૂરોને લેહ લડાખ મોકલાયા

ITBP, આર્મી અને CPWD અને ગૃહ મંત્રાલયના અધિકારીની બેઠકમાં લેવાયો નિર્ણય

 નવી દિલ્હી : LAC પર ચીન સાથે વધતા તણાવની વચ્ચે ભારતે સરહદ પર રોડના નિર્માણમાં ઝડપ લાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, ITBP, આર્મી અને CPWD અને ગૃહ મંત્રાલયના અધિકારી પણ હાજર રહ્યા હતા.

ભારત ચાઈના બોર્ડર રોડ ICBR- ફેઝ અંતર્ગત ૩૨ રોડનું નિર્માણ ભારત ચીન સરહદ પર કરવાનું છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ, સડક નિર્માણના કાર્યોને વધારે ગતિ આપવા માટે ૧૫૦૦ મજુરોને લેહ લદાખ મોકલવામાં આવી રહ્યા છેગૃહ મંત્રાલયમાં ભારત-ચીન સરહદની સુરક્ષાને લઇ મહત્વની બેઠક મળશે.

ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. બંને દેશોના સૈનિકો વચ્ચે LAC પર 15 જૂનના રોજ હિંસક ઝડપ થઇ હતી. જેમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થઇ ગયા હતા. તો ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ચીનના ૪૩ સૈનિક માર્યા ગયા હતા. જેમાં ઘણા તો ગંભીરરૂપે ઘાયલ થયા હતા.

સીમા પર બની રહેલા રોડને લઈને ચીને આપતિ વ્યક્ત કરી છે. ઘણીવાર ચીની સૈનિકોએ નિર્માણ કાર્યને રોકવાની કોશિશ કરી હતી અને ઝપાઝપી પણ થઇ હતી પરંતુ ચીનના વિરોધને અવગણીને ભારત રોડ માર્ગના નિર્માણ કાર્યને વધુ ઝડપથી આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LAC પાસે ભારત જ્યાં રોડ નિર્માણ કરી રહ્યું છે, તે વિસ્તારમાં પહેલા ઘણીવાર ચીની હેલિકોપ્ટર ઉડતા જોવા માટે મળ્યા હતા. સરહદી વિસ્તારમાં ભારતના રોડ નિર્માણ પર વિવાદ પેદા કરવાના ઉદ્દેશથી ચીન પોતાના હેલિકોપ્ટર મોકલી રહ્યું છે.ચીનની હરકત પર ભારત પોતાની આપતિ વ્યક્ત કરી ચુક્યું છે. શિયાળા પછી કોરોના સંકટ શરૂ થયું હતું અને જેના કારણે લદાખમાં રોડ નિર્માણ કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેને તીવ્ર ગતિથી આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:02 pm IST)