Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

યુપીમાં નેપાળ સાથે જોડાયેલી સરહદે ગેરકાયદેસર બાંધકામ:સરહદ નક્કી કરતા કેટલાક પથ્થર ગાયબ

નેપાળે કેટલીક નવી આઉટપોસ્ટ (ચોકી) પણ બાંધી લીધી : વર્ષો જુના દબાણ હટાવવા જરૂરી : કેટલાક લોકોએ નો મેન્સ લેન્ડમાં કર્યો વસવાટ

ઉત્તર પ્રદેશમાં નેપાળ સાથે જોડાયેલી સરહદે ગેરકાયદેસર બાંધકામ તથા સરહદ નક્કી કરતા કેટલાક પથ્થર ગુમ થયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે.

 બંને દેશ વચ્ચે ચાલી રહેલા ગતિરોધને કારણે તેને સામાન્ય ન ગણી શકાય.ભારતના અર્ધલશ્કરી દળ સશસ્ત્ર સીમાબળ (એસ. એસ. બી.)ના ઉચ્ચ અધિકારીઓએ લખીમપુર જિલ્લાના વહીવટી તંત્રને જાણ કરી છે કે નેપાળ સાથેની સરહદને નિર્ધારિત કરતા અમુક પથ્થર ગુમ થઈ ગયા છે.

નેપાળે કેટલીક નવી આઉટપોસ્ટ (ચોકી) પણ બાંધી લીધી છે. આને પગલે એસ. એસ. બી.એ સરહદ ઉપર ચોક્કસાઈ વધારી દીધી છે અને સરહદી જિલ્લાના વહીવટી અધિકારીઓ સ્થિતિની નિયમિત રીતે સમીક્ષા કરી રહ્યા છે

 

એસ. એસ. બી.ની 39મી બટાલિયન ભારત-નેપાળ સરહદના લગભગ 63 કિલોમીટર વિસ્તારને કવર કરે છે. તેના કમાન્ડન્ટ મુન્નાસિંહના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરી અને જૂન મહિનામાં આ મુદ્દે સ્થાનિક વહીવટી તંત્રને પત્ર લખીને સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.

કમાન્ડન્ટ મુન્નાસિંહના કહેવા પ્રમાણે, "ગત 20-25 વર્ષથી દબાણ ચાલુ છે. કેટલાક લોકોએ નૉ-મૅન્સ લૅન્ડમાં વસવાટ કર્યો છે. નેપાળના કૈલાલી જિલ્લાની બાજુએ સરહદ નક્કી કરતા કેટલાક પિલર ગાયબ છે. જ્યાં સુધી દબાણ હટાવવામાં નહીં આવે, ત્યાર સુધી સરહદનું નિર્ધારણ કરતા પિલર નાખવા મુશ્કેલ બની રહેશે."

(10:12 pm IST)