Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દરભંગાની જ્યોતિએ ઈનામની રકમથી ફોઈબાના લગ્ન કરાવ્યા

સાયકલ ગર્લ ફરીથી ચર્ચામાં આવી : જ્યોતિએ ઈનામની રકમમાંથી ૫૦ હજારનો ખર્ચ કરીને પોતાની પિતરાઈ ફોઈના લગ્ન કરાવી દીધા : અહેવાલ

દરભંગા, તા. ૧૭ : બિહારની સાયકલ ગર્લ જ્યોતિ ફરી એકવાર તેના સારા કાર્યોને લોકોમાં ચર્ચામાં છે. ઇનામ રૂપે જ્યોતિને મળેલા પૈસા તેણે તેની ગરીબ ફઈબાના લગ્ન પાછળ વાપરી નાખ્યા હતા. જ્યોતિની ફઈબાના લગ્ન સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાથુદ્વાર ગામના શિબુ પાસવાનના પુત્ર અરવિંદ પાસવાન સાથે શ્યામા મંદિરમાં થયા હતા. જ્યોતિએ ઇનામની રકમમાંથી ૫૦ હજાર રૂપિયા ખર્ચ કર્યા અને તેની પિતરાઈ ફઈબા કવિતાના લગ્ન કરાવ્યા. જ્યોતિના દાદાને બે ભાઈઓ હતા. બન્ને દાદા કરી પાસવાન અને શિવાનંદન પાસવાનનું નિધન થયું છે. પિતરાઈ દાદી વિધવા લીલા દેવી લકવાગ્રસ્ત છે. તેના પિતરાઇ ભાઇની હાલત જોઈને જ્યોતિએ તેની પુત્રી કવિતા કુમારીના લગ્ન કરાવાનું નક્કી કર્યું અને તેના માતાપિતાને આ વાત કરી. જ્યોતિએ કવિતાના લગ્ન કરવાનું સૂચન કર્યું હતું. તેણે કહ્યું કે અત્યાર સુધી આપણી પાસે કઈ જ નહોતું પરંતુ આજે જે કંઈ છે તે પૂરતું છે, તેથી ગરીબ દીકરીના લગ્ન કરવા જોઈએ.

            તેઓએ પણ જ્યોતિનો નિર્ણય સ્વીકાર્યો અને આજે જ્યોતિના પૈસાથી સંબંધમાં તેની બહેન કવિતાએ અરવિંદ સાથે લગ્ન કર્યા. તેણે કહ્યું કે આમાં દરેક વસ્તુ જ્યોતિની છે અને તેને તેની પુત્રી પર ગર્વ છે. દરભંગાના કેવતી બ્લોકના સિરહુલી ગામની રહેવાસી જ્યોતિ એ સમયે સમાચારોમાં આવી હતી કે જ્યારે તેણી પોતાના માંદા પિતાને સાયકલ પર હરિયાણાના ગુરુગ્રામથી દરભંગાની આશરે ૧,૨૦૦ કિ.મી.ની મુસાફરી કરી હતી. આ સમાચાર આવ્યા ત્યારે વિદેશથી જ્યોતિની પ્રશંસા કરવામાં આવી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પે પણ જ્યોતિ માટે ટ્વીટ કર્યું હતું.

(8:14 pm IST)