Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોના ભયંકરતા :મોતના મામલે દિલ્હીએ ગુજરાતને પાછળ ધકેલ્યું

રાજધાનીમાં મૃત્યુઆંક ગુજરાતના 1534ની સામે 1837 થઇ ગયો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વિકરાળ સ્વરુપ લઇ રહ્યું છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં 10974 નવા કેસ સાથે કુલ સંખ્યા 3,55,342 પર પહોંચી ગઇ. એક જ દિવસમાં રેકોર્ડ 2003 લોકોનાં મોત પણ થયા.  દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 11924 થયો છે જોકે 18935 લોકો સાજા પણ થયા છે. હજુ 155 227 એક્ટિવ કેસો છે.  હવે કેસ અને મૃત્યુના મામલે દિલ્હી ગુજરાત કરતા આગળી ગઇ

સૌથી વધુ કેસના મામલે મહારાષ્ટ્ર હજુ પણ ટોચો છે. ત્યાં કુલ કેસ 1.13 લાખથી ઉપર થઇ ગયા છે. જેમાંથી 57 લાખથી વધુ સાજા થયા છે. જ્યારે 5500થી વધુ લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવી દીધો છે. ત્યાર બાદ રાજધાની દિલ્હી કેસ અને મૃત્યુના મામલે પણ ગુજરાતથી આગલ નીકળી ગયું. દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર કરી ગઇ. જેમાં 26 હજારથી વધુ છે અને 16 હજારથી વધુ લોકો સાજા પણ થઇ ગયા છે. રાજધાનીમાં મૃત્યુઆંક ગુજરાતના 1534ની સામે 1837 થઇ ગયો છે. અલબત્ત કેસોની દષ્ટિએ તમિલનાડુ દેશમાં બીજા સ્થાને છે. ત્યાં કુલ કેસ 48709, એક્ટિવ 20 હજારથી વધુ અને મૃત્યુ 500થી વધુ છે.

ગુજરાતમાં કેસ 24500ને પાર થઇ ગયા, તેમાંથી 17000થી વધુ લોકો સાજા થયા છે અને 1500થી વધુ લોકો મોતનો ભેટ્યા છે.

સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામનારા 2003 લોકોમાંથી મહારાષ્ટ્રના 1409, દિલ્હીના 437, તમિલનાડુના 49, ગુજરાતના 28, યુપી અને હરિયાણાના 18-18, મધ્યપ્રદેશના 11, પશ્તિમ બંગાળના 10, રાજસ્થાનના 7, કર્ણાટકના 5 અને તેલંગાણાના 4 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પંજાબ, પુંડુચેરી અને ઉત્તરાખંડમાં એક-એક વ્યક્તિનું મોત થયુ.

 

(7:32 pm IST)