Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગુલામ રસૂલ ગલવાનઃ ચીન સાથેની ભૂમિ શોધનાર ગોવાળ-ગાઇડ : લદ્દાખની વેલીનું નામ ગલવાન કેમ પડ્યું?:વાંચો તવારિખી ઘટના

અક્સાઇ ચીન વિસ્તારમાં 14000 ફૂટની ઊંચાઇએ આવેલ ગલવાન વેલીનું ભારત માટે સ્ટ્રેટેજિક રીતે બહુ મહત્વ

લદ્દાખઃ ભારત અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણને કારણે ચર્ચામાં આવેલી લદ્દાખની વેલીનું નામ ગલવાન કેમ પડ્યું? જાણવું રસપ્રદ બની રહૅશૅ લગભગ 121 વર્ષ પહેલાં વેલી અને ગલવાન નદીની શોધ થઇ હતી. તેની પાછળ પણ રસપ્રત કહાની છે. વાસ્તવમાં ગલવાન વેલીનું નામ લદ્દાખના ગોવાળ અને ગાઇડ ગુલામ રસૂલ ગલવાન પરથી પડ્યું છે. ગુલામ રસૂલ અંગેસર્વન્ટ ઓફ સાહિબ્સનામના પુસ્તકમાં તેનો સંપૂર્ણ ઉલ્લેખ છે. ગુલામ રસૂલ બહુ ભણેલા-ગણલા નહતા, તેમ છતાં તેમણે એક અંગ્રેજ સાહિબ (અધિકારી)ની મદદથી પોતાની સંપૂર્ણ કહાની પુસ્તકમાં લખી હતી. ગુલામ રસૂલે પ્રસિદ્ધ બ્રિટિશ એક્સપ્લોરર ફ્રાન્સિસ યંગહસબેન્ડ સાથે લાંબો સમય વિતાવ્યો હતો અને તેમની પાસેથી ઘણી ભાષાઓ શીખી હતી.
વિવાદિત સ્થળ અક્સાઇ ચીન વિસ્તારમાં 14000 ફૂટની ઊંચાઇએ આવેલ ગલવાન વેલીનું ભારત માટે સ્ટ્રેટેજિક રીતે બહુ મહત્વ છે. ચીન -પાકિસ્તાન સાથે બોર્ડર હોવાથી માઇનસ 20 ડિગ્રી તાપમાન હોવા છતાં જાંબાજ ભારતીય જવાનો 24 કલાક અહીં ફરજ બજાવે છે. ચીન છેલ્લા 70 વર્ષથી આની પર નજર બગાડીને બેઠું છે. 1962થી 1975 વચ્ચે થયેલા યુદ્ધ અને અથડામણોમાં ગલવાન વેલી કેન્દ્રમાં રહી છે. હવે 45 વર્ષ બાદ ફરી અહીંની સ્થિતિ ચિંતાજનક બની છે.

ગુલામ રસૂલ માત્ર 14 વર્ષની વયે ઘરેથી નીકળી ગયા હતા. તેમને નવી જગ્યાઓ શોધવાનું ઝનૂન હતું અને ઝનૂને તેમને અંગ્રેજોના પસંદગીના ગાઇડ બનાવી દીધા હતા. આમ તો અંગ્રેજી શાસકોને લદ્દાખના વિસ્તારો પસંદ નહતા, તેથી તેનાથી દૂર પણ રહેતા હતા. પંરતુ ગુલામ રસૂલે 1899માં લેહથી ટ્રેકિંગ શરૂ કર્યું હતું અને લદ્દાખની આસપાસ ઘણા નવા વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમાં ગલવાન વેલી અને નદીનો સમાવેશ થાય છે. પણ એક ઐતિહાસિક ઘટના છે કે કોઇ નદીનું નામ ગોવાળ પરથી પડ્યું હોય.

*પુસ્તકમાં ફાઇટ ઓફ ચાઇનીઝનામનું આખુ ચેપ્ટર ગલાવાન વેલી પર છેગુલામ રસૂલનો જન્મ 1872માં થયો હતો. ગુલામ રસૂલે સર્વન્ટ ઓફ સાહિબના એક ચેપ્ટર ફાઇટ ઓફ ચાઇનીઝમાં 20મી સદીના ભારત અને ચાઇનીઝ સામ્રાજ્યનો ઉલ્લેખ કર્યો છે. તેમન પિતા એક નેકદિલ લૂંટાર હતા. તેમનું નામ કર્રા ગલવાન હતું. કર્રા એટલે કાળો અને ગલવાન એટલે લૂંટારો મતલબ કાળો લૂંટારો. તેઓ પોતાના કબીલાના રખેવાળ હતા. કર્રા ધનિકોને લૂંટી ગરીબોને માલ વહેંચી દેતા. તે સમયે કાશ્મીર ખીણમાં હિન્દુ રાજાની સત્તા હતી. થોડા સમય બાદ ડોગરા રાજાના સૈનિકોએ તેમને પકડી લીધ અને મૃત્યુદંડ આપી દીધું હતું. ત્યાર બાદ ગલવાન કબીલાના લોકો લેહ અને બાલ્ટિસતાન જતા રહ્યા હતા. કેટલાક ગલવાન ચીનના શિંજિયાંગ પ્રાંતમાં વસી ગયા હતા.

 

(6:42 pm IST)