Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લડાખને ડોકલામ ન સમજે ભારતઃ ગ્લોબલ ટાઇમ્સના માધ્યમથી ચીનની ધમકી

ચીને તિબેટમાં અત્યાધુનિક હલકા વજની ટેન્ક, ઝેડ-ર૦ હેલીકોપ્ટર, રોકેટ લોન્ચર, હથીયારોથી સજ્જ ડ્રોન સાથે ઉંચાઇવાળા ક્ષેત્રોમાં ભારત સાથે ટકરાવની તૈયારી કરી રાખી છે

નવી દિલ્હી,તા.,૧૭: ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સના માધ્યમથી  ભારતને ધમકી આપતા ચીને કહયું છેકે લડાખને ડોકલામ ન સમજતા. ચીને કહયું કે ડોકલામની ઘટના પછી પોતાના લશ્કરમાં ટેન્કથી લઇ ડ્રોન સામેલ કર્યા છે. પોતાના હથીયારોના જખીરામાં ટાઇપ-૧પ ટેન્ક, ઝેડ-ર૦, હેલીકોપ્ટર અને જીજે-ર ડ્રોન સામેલ કર્યા છે. જે ઉંચાઇવાળા વિસ્તારોમાં તેમને માટે ખુબ ઉપયોગી છે. ટાઇપ-૧પ ટેન્કો ગયા વર્ષે સેનામાં સામેલ કરવામાં આવી હતી.

ગ્લોબલ ટાઇમ્સના એક આર્ટીકલમાં કહેવાયું છે કે તીબેટના પહાડોમાં આ હલકી ટેન્કો ખુબ આસાનીથી કામ કરી શકે છે. જયારે મોટી ટેંન્કોને આ સ્થળે મુશ્કેલી પડે છે. પીએલએની અતિ આધુનિક પીસીએલ-૧૮૧ તોપ પણ તૈનાત છે. રપ ટનની આ તોપને કોઇ પણ જગ્યાએ આસાનીથી લાવી શકાય છે. હલકા વજનના કારણે પહાડી ક્ષેત્રમાં પહોંચી ઘાતક હુમલા કરી શકે છે. આ ટેંન્ક સંપુર્ણ ઓટોમેટીક અને સેમી ઓટોમેટીક છે.

ચીને આ ટેંકોને જાન્યુઆરીમાં જ તીબ્બતના પહાડો ઉપર તૈનાત કરી રાખી છે. આ ઉપરાંત ચીની સેનાએ ભારતીય સીમા ઉપર મલ્ટીપલ રોકેટ લોન્ચર સીસ્ટમ પણ ઉપલબ્ધ બનાવી છે. આ રોકેટ લોન્ચર ૩૭૦ એમએમના રોકેટ દાગવા માટે સક્ષમ છે. ચીની સેનાએ ઝેેડ-ર૦ માલવાહક હેલીકોપ્ટર પણ તિબેટમાં રાખ્યા છે. આ હેલીકોપ્ટર કોઇ પણ મોસમમાં સૈનીકો અને શસ્ત્ર સરંજામ પહોંચાડી શકે છે.

પીએલએએ હથીયારોથી સજ્જ જીજે-ર ડ્રોન પણ તિબેટમાં તૈયાર રાખ્યા છે. સમગ્ર તિબેટ ઉપર નજર રાખવા માટે તેનો ઉપયોગ થઇ રહયો છે. ચીની અખબારનો દાવો છે કે આ હથીયારોના બળથી ચીનની સેના ઉંચાઇવાળા ક્ષેત્રમાં કોઇ પણ પ્રકારના હુમલાનો જવાબ દઇ શકે છે.

(4:45 pm IST)