Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વિદેશી મીડીયાની પ્રતિક્રિયાઃ પરમાણુ શકિત ભારત-ચીન વચ્ચે ટકરાવ...ત્રીજા વિશ્વયુધ્ધની શરૂઆત?!

નવી દિલ્હી, તા., ૧૭: ભારત-ચીન વચ્ચે સીમા પર થયેલી હિંસક અથડામણ અંગે વિદેશી મીડીયાએ જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. બ્રિટીસ અખબાર એકસપ્રેસ ડોટ યુકેએ આ અથડામણને ત્રીજા વિશ્વયુધ્ધની શરૂઆત ગણાવી છે. ઇઝરાયેલ ટાઇમ્સે વધતા તનાવથી ઉત્પન્ન થયેલો સંઘર્ષ ગણાવ્યો છે. જયારે ન્યુયોર્ક ટાઇમ્સે સૌથી વધુ આબાદીવાળા બે દેશો વચ્ચેનો સંઘર્ષ ગણાવ્યો છે.

તમને જણાવી દઇએ કે પુર્વી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ઉપર ભારત-ચીન વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચીની સૈનિકો માર્યા ગયાનું સ્વીકાર્યુ છે. જો કે ચીની વિદેશ મંત્રાલય અને પીએએલઅ હજુ સુધી મૌન ધારણ કર્યુ છે.

એકસપ્રેસ ડોટ યુકે

બ્રિટીસ અખબારની વેબસાઇટ એકસપ્રેસ ડોટ યુકેએ પોતાના સમાચારોમાં જણાવ્યું છે કે લદાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈના વચ્ચે એક અધિકારી અને બે સૈનિકો શહીદ થયા હતા. વળતા હુમલામાં ચીનના પાંચ સૈનિકો માર્યા ગયા છે. પરમાણુ શકિત સંપન્ન બે પાડોશી દેશો વચ્ચેના પરીણામ સ્વરૂપે દશકો પછી આ પહેલી મોટી દુર્ઘટનાના સમાચાર છે. જો કે ચીને ઘાયલો અને મોતના આંકડાની પૃષ્ઠી કરી નથી. સમાચારમાં સેવા નિવૃત અમેરીકી સૈનાના કર્નલ લોરેન્સ સેલીનના ટવીટના હવાલાથી કહેવાયું છે કે ચીન-ભારત સાથે રમત ન કરે. તેમણે કહયું કે, દુઃખદ નુકશાનને કારણે ભારતીય સેનાએ ચીની પીપલ્સ લીબ્રેશન આર્મીના હુમલાખોરોને સજા આપી છે.

ઇઝરાયલ ટાઇમ્સ

ઇઝરાયલના અગ્રિમ સમાચાર પત્રએ પોતાની વેબસાઇટ ઉપર ભારતીય સેનાના હવાલાથી લખ્યું છે કે સીમા ઉપર ૩ હપ્તાથી વધેલા તનાવ પછી મંગળવારે આપસી સંઘર્ષમાં ૩ ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા છે. ખબરોમાં કહેવાયું કે બંન્ને તરફ હતાહત થઇ છે. પરંતુ ચીને મોત અને ઘાયલ સૈનિકો અંગે ઉલ્લેખ કર્યો નથી પરંતુ આ ઘટના માટે ભારત ઉપર દોષારોપણ તુરંત કર્યુ છે. ૩પ૦૦ કિલોમીટરની સીમા ઉપર બે પરમાણુ શસસ્ત્ર દિગ્ગજ વચ્ચે વારંવાર વિવાદ થતો રહે છે. સીમાંકનના મામલે વિવાદો થતા પરંતુ કોઇનો ભોગ લેવાયો ન હતો. પરંતુ ગઇકાલે સૈનિકો શહીદ થયા છે.

ન્યુયોર્ક ટાઇમ્સ

અમેરીકાની સૌથી મોટા અખબારે પોતાની વેબસાઇટ ઉપર લખ્યું છે કે, સીમા ઉપર ચીન સાથે ઘાતક સંઘર્ષમાં ચીન સૈનિકો દ્વારા પથ્થરમારામાં ભારતના ૩ સૈનિકો માર્યા ગયા છે. હિમાલય ક્ષેત્રમાં વિવાદીત સીમા ઉપર થયેલી આ ઝડપના કારણે સૌથી વધુ આબાદી વાળા બંન્ને દેશોમાં તણાવ વધી ગયો છે. પ્રારંભીક રિપોર્ટમાં  રીપોર્ટમાં પથ્થરમારામાં બંન્ને દેશો ના જવાનોની હતાહત થઇ છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાએ સોમવારે બે વખત સીમાનું ઉલ્લંઘન કર્યુ અને ચીની સૈનિકો ઉપર હુમલા કર્યા. જયારે ભારતીય સૈન્ય અધિકારીઓએ મંગળવારે કહયું કે ચીની સૈનિકો દ્વારા ઉંચાઇ ઉપરથી ચટ્ટાન તોડી પાડવાના કારણે સૈનિકો માર્યા ગયા છે. દરમિયાન વિદેશી નીતીના વિશ્લેષકોએ કહયું કે ચીન દબંગાઇ કરી પોતાના ક્ષેત્રનો વિસ્તાર કરી રહયું છે. દક્ષિણ ચીન સાગર હોય કે હિમાલય બંન્ને ક્ષેત્રમાં ચીન અવળચંડાઇ કરી રહયું છે. વીયેતનામ, તાઇવાન, હોંગકોંગ અને મેલેશીયા તેલ રીંગ મામલા તાજા છે.

બીબીસી-બ્રિટન

બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનની વેબ સાઇટના સમાચારો જણાવે છે કે વિવાદીત કાશ્મીર ક્ષેત્રના લડાખમાં ચીની બળો સાથે ઝડપમાં ૩ ભારતીય સૈનિકો માર્યા ગયા છે. ભારતીય સેનાએ કહયું કે બંન્ને પક્ષોના સૈનિકો માર્યા ગયા છે. ચીને હતાહત થયાનું સ્વીકાર્યુ નથી. જો કે ભારત ઉપર સીમા ઉલ્લઘનના આરોપ લગાવ્યા છે. ખબરમાં કહેવાયું છેકે, બંન્ને પરમાણુ શકિતઓ વચ્ચે છેલ્લા કેટલાક હપ્તાઓથી તણાવ વધ્યો હતો. જો કે બંન્ને તરફથી ગોળીઓ વરસી નથી મીડીયા રીપોટમાં પીટી-પીટીને મોતને ઘાટ ઉતરાયાનું કહેવાયું છે. આ ટકારવના પરીણામે ભારત-ચીન વચ્ચે વિરોધી ભાવનાઓની એક નવી લહેર શરૂ થઇ છે.

અલજજીરા

ખાડી દેશોની અગ્રીમ મીડીયા સંસ્થા અલજજીરાની વેબસાઇટ ઉપરના સમાચારો જોઇએ તો ભારત અને ચીન વચ્ચે લડાખના હિમાલય ક્ષેત્રમાં હિંસક ટકરાવ થયો છે. ભારતીય સેનાના હવાલાથી ૩ જવાનો મૃત્યુ પામ્યા છે. જયારે ચીનના ગ્લોબલ ટાઇમ્સ અખબારના મુખ્ય સંપાદકના હવાલાથી કહેવાયું છે કે ચીની સેનાના સૈનિકોની પણ હતાહત થઇ છે. પરમાણુ હથીયારો ધરાવતા બંન્ને પાડોશી દેશોની સીમા ઉપર બખ્તરબંધ ટેન્ક અને તોપો સહીત હજારો સૈનિક લડાખ ક્ષેત્રમાં મે મહિનાથી તૈનાત કરવામાં આવ્યા છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે ચીની સૈનિકોના ૩ અલગ-અલગ પોઇન્ટસ ઉપર સીમા ઉલ્લંઘનની ચેતવણીને અનદેખી કરવામાં આવી હતી. જયારે ચીને ભારત ઉપર ઉંધો આરોપ લગાવ્યો છે.

(4:05 pm IST)