Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમેરીકામાં હનુમાનજીની સૌથી મોટી ૨૫ ફુટની પ્રતિમા સ્થાપીત કરાઇ

ગ્રેનાઇટમાંથી બનેલ મૂર્તિનો ખર્ચ ૧ લાખ ડોલરઃ દ. ભારતના વારંગલમાં નિર્માણ

ન્યુયોર્કઃ અમેરીકામાં હનુમાનજીના ભકતો માટે ખુબ જ સારા સમાચાર છે. ડેલોવેયર પ્રાંતમાં સોમવારે ભગવાન હનુમાનજીની ૨૫ ફુટ ઉંચી મૂર્તિ સ્થાપીત કરાઇ છે. હોકેસીન શહેરમાં લાગેલ આ મૂર્તિના નિર્માણ પાછળ લગભગ ૧ લાખ ડોલર (૭૬ લાખ)નો ખર્ચ થયો છે. જેનું નિર્માણ ભારતના વારંગલ શહેરમાં થયું છે. મૂર્તિ ગ્રેનાઇટમાંથી તૈયાર કરાવાઇ છે. જેનુ વજન ૩૦ હજાર કિલો છે. હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે બેંગ્લુરૂથી ખાસ પુજારી નાગરાજ ભટ્ટને બોલાવાયેલ. ડેલાવેયર હિન્દુ મંદિર સંગઠનના અધ્યક્ષ શર્માએ જણાવેલ કે કોરોનાના કારણે સિમિત સંખ્યામાં લોકોને સ્થાપનામાંં આમંત્રણ અપાયેલ. હવે પછી લોકોને દર્શન માટે આમંત્રણ  અપાશે.

(3:21 pm IST)