Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત-ચીન વિવાદમાં પાક કૂદયું

નહિ સુધરે પાડોશી દેશઃ ભારતને સલાહ આપવા ગુસ્તાખી

ઇસ્લામાબાદ, તા.૧૭: પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યું હતું કે, ચીન સાથેની સરહદ પર હિંસક અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા બાદ પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચેની કથળતી પરિસ્થિતિઓનું 'નજીકથી નિરીક્ષણ' કરી રહ્યું છે. પાકિસ્તાનનાં જીઓ ન્યૂઝનાં કાર્યક્રમ 'શહાજેબ ખાનઝાદા સાથે' પર બોલતા કુરૈશીએ કહ્યું હતું કે, ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની બાજુમાં વિવાદિત લદ્દાખ ક્ષેત્રને વધારવા માટે ભારત જવાબદાર છે - તેથી ભારતમાં રસ્તો ત્યાં બનાવવો જોઈએ

કુરૈશીએ કહ્યું કે, બંને પડોશી દેશો વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ અને ૧૯૬૨ માં એક યુધ્ધ જોવા મળ્યું છે. વળી ભારતે આજે ફરી અતિક્રમણ કર્યું. સંવાદ અને વ્યૂહરચના દ્વારા પરિસ્થિતિને હલ કરવા ચીને હાલની પદ્ઘતિઓનો ઉપયોગ કર્યો હતો. ભારતે આ બધું ચાલુ રાખ્યું અને હવે તેણે ૨૦ સૈનિકો ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે ભારત નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુથી ફાયરિંગ કરીને કાશ્મીરીઓને શહીદ કરી રહ્યું છે, વ્યૂહાત્મક પ્રાદેશિક સંબંધોને વિક્ષેપિત કરે છે, એલએસી ઉપર ચીન સાથે સંદ્યર્ષ કરી રહ્યુ છે, નેપાળ સાથે સંદ્યર્ષ શરૂ કરી દીધુ છે, નાગરિકત્વ (સુધારા) નો ઉપયોગ કરી બાંગ્લાદેશને પરેશાન કરી રહ્યું છે, અને તેનો શ્રીલંકા સાથે વિવાદ પણ છે.તેમણે કહ્યું કે, લોકોને ભારતની વિદેશ નીતિ અંગે ઉત્સુકતા હતી, પરંતુ આ દેશ જોત જોતામાં એકલ પડી ગયો છે. કુરૈશીએ કહ્યું કે, ભારતે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કોઓપરેશન (સાર્ક) પ્લેટફોર્મને રદ્દ કર્યું છે અને હવે કોઈ પાડોશી સાથે સારા સંબંધો નથી. તેમણે કહ્યું, 'આ નરેન્દ્રભાઇ મોદીનાં હિન્દુત્વ શાસનનું નાટક છે અને તેને શાનદાર જવાબ મળશે.'

(3:21 pm IST)