Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લાકડી-ડંડાથી માર મારી કાર એકસીડન્ટ કર્યાનું કબુલાવાયેલ

પાકિસ્તાનમાં બંને ભારતીય અધિકારીઓને

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સોમવારે ધરપકડ કરાયેલ ભારતીય એલચી કચેરીના બે અધિકારીઓ અંગે મોટો ખુલાસો થયો છે. રીપોર્ટ મુજબ ઇસ્લામાબાદના એક પેટ્રોલ પંપથી ૧૫-૧૬ લોકોએ બંનેનું અપહરણ કરી આંખે પટ્ટી બાંધી અજાણી જગ્યાએ લઇ ગયેલ. જયાં તેમને લાકડી -ડંડાથી માર મારી કારથી એકસીન્ડટ કર્યાની વાત કબુલ કરાવામાં આવેલ. ભારતના દબાણથી બંને અધિકારીઓનો સોમવારે સાંજે છુટકારો થયેલ.

(3:18 pm IST)