Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પ્રિન્ટ મીડિયા જલ્દી સંકટમાંથી બહાર આવશે : અખબારોએ રિર્પોટીંગની સાથે સાથે લોકોને પણ જાગૃત કર્યા : જાવડેકરજી

નવી દિલ્હી : કોરોનાના કપરા કાળમાં કેન્દ્રીય સુચના પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજીનું માનવું છે કે પ્રિન્ટ મીડિયાએ ખરાબ સમયનો સામનો ઘણી વાર કર્યો છે. અનેક સંકટો વચ્ચેથી પસાર થયુ છે.

જાવડેકરજીએ જણાવેલ કે આ આપદામાં વધુ સંવાદ જરૂરી હતો. ૧૩૦ કરોડ લોકોને કોરોના અંગે માહિતી આપવી, તેમના મનમાંથી ડર કાઢવો અને સાવધાની રાખવા આગ્રહ કરવો. આ મહામારીથી લોકોને કઈ રીતે નિપટી શકે તે જણાવવું ખૂબ જ અગત્યનંુ હતું. એટલે જ સરકારે દરરોજ ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરેલ. વિચારેલ કે લોકોને સારી માહિતી મળે અને જે પણ સવાલ હોય તેનો પૂરો જવાબ મળે. છુપાવવાની કોઈ વાત જ ન હતી. પ્રિન્ટ મીડિયાનો વિશેષ આભાર માનવો જોઈએ કેમ કે તેમણે સમર્પણ સાથે રીપોર્ટીંગ કર્યુ અને લોકોને જાગરૂક પણ કર્યા.

તેમણે વધુમાં જણાવેલ કે કોઈપણ વ્યવસાય કોઈ વ્યકિત કે સંસ્થા શરૂ કરે છે ત્યારે એ આંકલન કરે છે કે ખૂબ જ સારા દિવસો આવશે અને કયારેક કઠણ પણ આવશે, તો કયારેક ખરાબ સમય પણ હશે. દરેક અખબારની પોતાની અર્થવ્યવસ્થા હોય છે. મને લાગે છે કે સ્થિતિ જલ્દી સામાન્ય બની જશે.

પ્રકાશ જાવડેકરજીએ વધુમાં જણાવેલ કે સરકારે મીડિયાના બાકી લેણાના મોરચે ખૂબ જ આક્રમક રીતે કામ કર્યુ છે. જાન્યુઆરીથી મે સુધીના લગભગ ૮૦ ટકા બીલ ચૂકવી દેવાયા છે. વર્ષ ૨૦૧૬-૧૭નું એકાઉન્ટીંગની રીત બદલાતા ડીસ્ટર્બન્સ આવેલ. જે દૂર કરાયેલ છે. પીએસયુ અને બીજા સંગઠન જે જાહેરાત આપે છે તેમને પણ ઝડપથી ચૂકવણી કરવાનું જણાવાયુ છે.

હું માનું છું કે મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સદાય રહેશે. દેશના મોટા રથી - મહારથીઓએ પોતાના અખબારો શરૂ કર્યા છે. જેમને સારા - નરસા દિવસોને સારી રીતે મેનેજ કરી શકે છે અને તે નિશ્ચિત છે કે સફળ થશે તેનો મને પૂર્ણ વિશ્વાસ છે.

રામાયણ - મહાભારત જેવી સીરીયલો અંગે પણ તેમણે વાત કરેલ કે લોકો ટીવી જોઈ રહેલ હોય ત્યારે તેમને સારા કાર્યક્રમો આપવા જરુરી છે પણ આ બધા ૩૦ વર્ષ પહેલાના ફોર્મેટમાં બનેલ. તેને કન્વર્ટ કરાયેલ. આ વખતે રામાયણે લોકપ્રિયતાના વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખેલ. તેમ તેમણે એક રાષ્ટ્રીય હિન્દી અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં જણાવેલ.

(3:16 pm IST)