Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોરોના વોરિયર્સને સુપ્રીમે આપી મોટી રાહતઃ હેલ્થ કર્મચારીઓને આપો સમયસર પગાર

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાજયોને પગારની ચુકવણી અને અન્ય જરૂરી સુવિધાઓ માટે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને જરૂરી સૂચના આપવા જણાવ્યું છે

નવી દિલ્હી, તા.૧૭: સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સામે ફ્રન્ટલાઈન પર કામ કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સમયસર ચુકવણી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ એક પરિપત્ર જારી કર્યો હતો કે ડોકટરો અને અન્ય આરોગ્ય સંભાળ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો પડશે, રાજયોના મુખ્ય સચિવે તેની ખાતરી કરવી પડશે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૧૦,૯૭૪ નવા કેસો વધીને ૩.૫૪ લાખ દર્દીઓમાં પહોંચી ગયા છે. આ સમય દરમિયાન ૨૦૦૩ લોકોનાં મોત પણ થયાં છે. રોગચાળાએ અત્યાર સુધીમાં ૧૧,૯૦૩ લોકોને મોતને દ્યાટ ઉતાર્યા છે. દેશભરમાં, ૧.૮૬ લાખ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને માત્ર ૧.૫૫ લાખ સક્રિય કેસ બાકી છે. બીજી બાજુ, કોરોના સામેના યુદ્ઘમાં વધુ મજબૂતાઇ પ્રાપ્ત થઈ છે. હવે દૈનિક નમૂનાની પરીક્ષણ ક્ષમતા ત્રણ લાખ કરી દેવામાં આવી છે. અગાઉ આ ક્ષમતા દોઢ લાખ હતી.

આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે વધુ નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૬૩ લાખથી વધુ લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

૨૪ કલાકમાં ૨,૦૦૩ નવા મૃત્યુમાંથી, મહારાષ્ટ્રમાં ૧,૪૦૯ ની સંખ્યામાં સૌથી વધુ મોત થયા છે. આ પછી દિલ્હીમાં ૪૩૭, તામિલનાડુમાં ૪૯, ગુજરાતમા ૨૮, ઉત્ત્।ર પ્રદેશ અને હરિયાણામાં ૧૮-૧૮, મધ્ય પ્રદેશમાં ૧૧, પશ્યિમ બંગાળમાં ૧૦, રાજસ્થાનમાં ૭, કર્ણાટકમાં ૫ અને તેલંગાણામાં ૪ મૃત્યુ થયાં છે. બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પંજાબ, પુડુચેરી અને ઉત્ત્।રાખંડમાં એક-એકનું મોત થયું છે.

(4:19 pm IST)