Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વારાણસીમાં ભારે આક્રોશ : ચીન મુર્દાબાદના નારા : જિનપિંગના પૂતળાનું પણ દહન : ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા હાકલ

લોકોએ પોસ્ટર સાથે ચીની સરકાર સામે દેખાવો કર્યા : ચાઈનીઝ એપ્લિકેશન પણ ડીલીટ કરવા માંગ

લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલા તણાવ બાદ વારાણસીમાં ચીનનો વિરોધ કરવામાં આવ્યો છે. ચીન સાથે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના જવાન શહીદ થતા લોકોએ પોસ્ટર સાથે ચીની સરકાર સામે દેખાવો કર્યો. તો સાથે જ ચીન વિરુદ્ધ મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. વિરોધ કરતા લોકોએ ચીનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સાથે સાથે ટીકટોક સહીત ચાઈનીઝ એપ્લિકેશન પણ ડીલીટ કરવા માંગ કરી હતી.

 વધુમાં, વારાણસી ખાતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં ચીનનો રાષ્ટ્ર ધ્વજ સળગાવી તેમજ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પૂતળાનું પણ દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

(2:18 pm IST)