Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વર્લ્ડ કૉમ્પિટીટીવનેસ રેંકિંગમાં અમેરિકા 10માં ક્રમે ગગડ્યું, ભારત 43માં ક્રમે : સિંગાપોર પ્રથમ સ્થાને

ડેનમાર્ક દ્વિતીય સ્થાને: સ્વિત્ઝરર્લેન્ડ ત્રીજા સ્થાને જ્યારે નેધરલેન્ડ ચોથા સ્થાને યથાવત

અમદાવાદ :વર્લ્ડ કૉમ્પિટીટીવનેસ સેન્ટર અનુસાર પ્રતિસ્પર્ધા રેન્કિંગમાં અમેરિકાને દસમા ક્રમે ધકેલાઈ ગયું છે. અમેરિકા હવે કેનેડા, ડેનમાર્ક અને સ્વીડન કરતા પાછળ થઇ ગયું છે. અમેરિકાના રેન્કિંગમાં ઘટાડો ગતવર્ષથી જોવા મળ્યો હતો. અમેરિકા 2018માં પ્રથમ વર્ષે હતું તે 2019માં ઘટીને ત્રીજા ક્રમે આવી ગયું હતું.

અમેરિકા અને ચીન વચ્ચે થયેલ ટ્રેડવોરને કારણે અમેરિકાનું રેન્કિંગ ઘટ્યું છે તેમ સંસ્થા જણાવી રહી છે. બીજી તરફ ચીન 2019માં 14માં સ્થાને હતું જે 2020માં 20માં સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ સિંગાપોર ગતવર્ષે પણ ટોચના સ્થાને હતું. આઇએમડીના અનુસાર તેની સ્થિતિ મહદઅંશે એક વ્યવસાયની સ્થાપના, આધુનિક ટેક્નોલોજીયુક્ત ઇન્ફ્રાસ્ટ્ર્કચર અને સ્કિલ્ડ મેનપાવર્સ હોવાને કારણે આ પ્રથમ નંબરે યથાવત રહી છે. આ યાદીમાં ભારત 43માં સ્થાને છે.

રિસર્ચ સંસ્થા આઇએમડી અનુસાર સિંગાપોર, તાઇવાન,ફિલિપાઇન્સ અને કોરિયન રિપબ્લિકનને બાદ કરતા મોટાભાગની એશિયન અર્થવ્યવસ્થાઓના આ વર્ષનાં રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે.સિંગાપોરે આ વખતે પણ યાદીમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ડેનમાર્ક દ્વિતીય સ્થાને આવી ગયું છે જે ગતવર્ષ 8માં સ્થાને હતું. આ ઉપરાંત સ્વિત્ઝરર્લેન્ડ ત્રીજા સ્થાને જ્યારે નેધરલેન્ડ ચોથા સ્થાને યથાવત છે.

(1:53 pm IST)